ફરિયાદ:પાલનપુરમાં પત્નીના નામે અઢી લાખની લોન લઈ પતિએ પ્રેમિકાની પાછળ પૈસા ખર્ચી નાખ્યા

પાલનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દહેજની માગણી કરનારા સાસુ-સસરા સામે પણ મહિલાએ ગૂનો નોંધાવ્યો

પાલનપુરમાં પત્નીના નામે અઢી લાખની લોન લઈ તે લોનના હપ્તા ન ભરી નાણાં પ્રેમિકા પાછળ ઉડાવતાં પતિ તેમજ રૂપિયા ત્રણ લાખના દહેજની માગણી કરનાર સાસુ-સસરા સામે પરણીતાએ પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વડગામ તાલુકાના ભાંગરોડીયાના નિશાબેન મહેન્દ્રભાઈ મેવાડાના લગ્ન વર્ષ 2010માં ભાવીસણા ગામના દીપકભાઈ મોહનભાઈ મેવાડા સાથે થયા હતા. જેમને એક દીકરી છે.

શરૂઆતમાં સારી રીતે રાખ્યા બાદ પતિ દીપકભાઈ, સસરા મોહનભાઈ રામચંદભાઈ મેવાડા અને સાસુ હંસાબેન મોહનભાઈ મેવાડા તેના પતિને સુથારી કામમાં દેવું થઈ ગયું હોય પિતાના ઘરેથી રૂપિયા ત્રણ લાખના દહેજની માગણી કરી હતી. દીપકભાઈ ત્યાંથી તેણીને અડાલજ, ઈડર, ગઢ ગામે લઇ ગયો હતો.

જે ઘરના ભાડાના પૈસા ન આપી તેમજ દીકરીની ફી ભરવાના પૈસાની માગણી કરી શારીરિક-માનસિક ત્રાસ ગુજારતો હતો. દરમિયાન તેને કોઈ છોકરી સાથે અફેર હોવાનું મોબાઇલના મેસેજથી જાણવા મળ્યું હતું. જેણે પત્નીના નામે પહેલા રૂપિયા એક લાખ અને પછી રૂપિયા દોઢ લાખની લોન લીધી હતી.

જે લોનના હપ્તા ભરતો ન હતો અને પ્રેમિકા પાછળ નાણા ખર્ચતો હતો. આ અંગે નિશાબેને પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તેના પતિ અને સાસુ-સસરા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...