માનવતા:પાલનપુરમાં દંપતીએ મહિલાને લોહી આપી જીવનદાન આપ્યું

પાલનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાને ચાર બોટલ લોહીની જરૂરિયાત હતી

પાલનપુરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક લઘુમતી મહિલાને ઓપરેશન કરવાનું હોવાથી ચાર લોહીની બોટલની જરૂરિયાત ઉભી થતા પતિ પત્નીએ બે બોટલ લોહી આપી નવું જીવનદાન આપી સમાજનમાં માનવતા મહેકાવી હતી.

પાલનપુર તાલુકાના વેડંચા ગામની સોનલબેન સબ્બીરભાઈ મીર નામની લઘુમતી સમાજની મહિલાને પાલનપુરની એક ખાનગી હોસ્પિટલમાં ગર્ભાશયની ઓપરેશન દરમિયાન ચાર બોટલ લોહીની જરૂરીયાત ઉભી થઇ હતી ત્યારે પાલનપુર હનુમાન ટેકરી નજીક રહેતા કૃષ્ણ સોયાયટીના દીપકભાઈ પ્રજાપતિ અને તેમના પત્ની મનીષાબેન પ્રજાપતિ આ મહિલાને વારે આવી પ્રથમવાર હિંમત કરી લોહી આપી નવું જીવનદાન આપતા પરિવારે બન્ને પતિપત્નીનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...