પ્રાથમિક સુવિધાનો અભાવ:પાલનપુરમાં વેરો ભરવા છતાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં પાલિકા નિષ્ફળ, મહિલાઓનું ટોળું પાલિકા ધસી આવ્યું

પાલનપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિવમ પાર્કમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીની તેમજ રોડ-રસ્તા અને સફાઇની સમસ્યાં
  • મહિલાઓએ પાલિકાના ચીફ ઓફિસર તેમજ વિરોધ પક્ષના નેતા સમક્ષ ઉગ્ર રજૂઆત કરી

પાલનપુરના વોર્ડ નંબર 2માં આવેલી શિવમ પાર્ક સોસાયટીમાં પ્રાથમીક સુવિધાના અભાવ જોવા મળી રહ્યો છે. જેને પગલે સ્થાનિક મહિલાઓનું ટોળું પાલનપુર નગરપાલિકા ખાતે પહોંચી ચીફ ઓફિસરને તેમજ વિરોધ પક્ષ નેતા અંકિતાબેન ઠાકોરને ઉગ્ર રજૂઆત કરી હતી. શિવમ પાર્કમા છેલ્લા કેટલાક દિવસોથી પાણી આવતુ નથી. તેમજ રોડ અને સફાઇ પણ કરવામાં આવતી નથી. જે સમસ્યાનું સત્વરે નિકાલ કરવામાં આવે તેવી માગ મહિલાઓએ કરી હતી.

પાલનપુર શહેરમાં 1 થી 11 વોર્ડ આવેલા છે. જેમાં કેટલાક વિસ્તારમાં સફાઇ, પાણી તેમજ રસ્તાઓની સમસ્યાઓ જોવા મળી રહી છે. જે સમસ્યાનો કોઇ ઉકેલ ન આવતા આખરે રહીશોને પાલિકા સુધી રજૂઆત કરવા આવવું પડતું હોય છે. ત્યારે પાલનપુરના વોર્ડ નંબર-2માં આવેલી કોલેજ કંમ્પાઉન્ડની શિવમ પાર્ક સોસાયટીમાં પ્રાથમીક સુવિધાઓના અભાવના પગલે સ્થાનિક મહીલાઓનું ટોળુ પાલનપુર નગરપાલિકાએ ઉગ્ર રજુઆત કરવા પહોંચ્યું હતું.

પાલિકામાં વિરોધ પક્ષના નેતા અંકિતાબેન ઠાકોર સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. ત્યારબાદ ચિફ ઓફીસરને રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, પાલિકાના વેરા ભરવા છતાં પાલિકા પ્રાથમીક સુવિધાઓ આપવામાં નિષ્ફળ પુરવાર થઇ રહી છે. શિવમ પાર્કમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણી આવતુ નથી તેમજ રોડ અને સફાઇ પણ કરવામાં આવતી નથી. જેને લઇ સોસાયટીની મહીલાઓ દ્વારા પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...