પાલનપુર તાલુકામાં નલ સે જલ યોજના થકી કુલ 72, 108 ઘરોમાંથી 71,474 ઘરોમાં નળ કનેક્શનની વ્યવસ્થા થકી 99.12 ટકા સિદ્ધિ હાંસલ કરી છે. પાલનપુરના રાજપુર પખાણવા આકેડી, ભાગળ જ, ધનિયાણા, અસ્માપુરા કરજોડા અને મલાણા ગામોમાં નળ કનેકશનથી વંચિત રહેલા લોકોમાં ઘર આંગણે પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
પાણી એ માનવજીવનમાં આબાદ પરિવર્તન લાવનારૂ એક પ્રેરક પરિબળ રહ્યું છે. પાણી થકી જ આ સૃષ્ટિ પર જીવમાત્રનો વિકાસ શક્ય છે. તેથી જ સદીઓથી નદી કિનારે વિવિધ સંસ્કૃતિઓનો વિકાસ થયો છે. જેથી પાણી વિના કોઇપણ કામ અટકે નહીં. આજના સમયમાં પણ પાણી છે તો ઘર ખેતી ગામ શહેર ઉદ્યોગો છે. આથી જ દેશના વિકાસ માટે ઘર આંગણે પાણી પહોંચાડવું એટલું જ જરૂરી છે.
આ વિચારને મૂર્તિમંત કરવા કેન્દ્ર સરકાર દ્વારા નળ કનેકશનથી વંચિત રહેલા દેશના તમામ દેશવાસીઓને જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત નલ સે જલ યોજના થકી ઘર આંગણે પાણી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ યોજના દેશ માટે એક ગૌરવ સમાન છે. આ યોજના થકી વર્ષોથી પાણી માટે વલખા મારતા લોકોના ઘરે પાણી મળવાનો વિશ્વાસ છે.
આ યોજના થકી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કુલ 72,108 ઘરોમાંથી 71,474 ઘરોમાં નળ કનેક્શનની વ્યવસ્થા થકી 99.12 ટકા સિદ્ધિ હાંસલ કરી છે. બાકી રહેલા 634 ઘરોમાં નળ કનેકશનની વ્યવસ્થા ઉભી કરવા માટેની યોજનાઓ મંજૂર કરવામાં આવેલી છે. જે આગામી ટૂંક સમયમાં પૂર્ણ કરી તાલુકામાં 100 ટકા નળ કનેકશનની સુવિધા સાથેની સિદ્ધિ હાંસલ કરવામાં આવનાર છે. આ યોજના અંતર્ગત થયેલી કામગીરી થકી લોકોની સુખાકારીમાં વધારો થયો છે એમાંયે ખાસ કરી પાલનપુર તાલુકાના રાજપુર પખાણવા આકેડી, ભાગળ જ, ધનિયાણા, અસ્માપુરા, કરજોડા અને મલાણા ગામોમાં નળ કનેકશનથી વંચિત રહેલા લોકોમાં ઘર આંગણે પાણીની વ્યવસ્થા ઉભી કરવા માટે કરેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.