સભા:પાલનપુરમાં મોદીએ પાંચ "પ'નો મંત્ર આપ્યો

પાલનપુર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધરોઈથી અંબાજી ઇકો ટુરિઝમ સાયકલ ટુરિઝમ, 1100 કરોડનું બજેટ,ગુજરાત ગ્રીન હાઇડ્રોજનનું હબ બનશે, ઉતર ગુજરત લોજિસ્ટિક હબ બનશે: મોદી
  • "પર્યટન, પર્યાવરણ, પાણી, પશુધન, પોષણ” આપણું ગુજરાત વિકસીત બને અને સમૃદ્ધ દેશોની બરાબરીમાં આપણે કયાંય પાછા ન પડીએ તેના માટે આ ચૂંટણી

પાલનપુરમાં નરેન્દ્ર મોદીએ ગુરુવારે યોજેલી સભામાં પાંચ “પ”નું મહત્વ સમજાવતાં કહ્યું કે "પર્યટન, પર્યાવરણ, પાણી, પશુધન, પોષણ” આપણું ગુજરાત વિકસીત બને અને દુનિયાના સમૃદ્ધ દેશોની બરાબરીમાં આપણે કયાંય પાછા ન પડીએ તેના માટે આ ચૂંટણી,દિલ્હીમાં તમારો દીકરો તમારા કામ માટે બેઠો છે પણ તમે કામ લો નહી તો હું શું કરુ, કામ કરાવવા કમળ ખીલાવવું પડે,ધરોઈથી અંબાજી ઇકો ટુરિઝમ સાયકલ ટુરિઝમ, 1100 કરોડનું બજેટ,ગુજરાત ગ્રીન હાઇડ્રોજનનું હબ બનશે.2017ની ચૂંટણી તમને બધાને યાદ છે કે નહી... કશું યાદ ન હોય જવા દોને. તમને એ યાદ હશે કે કેટલા કમળ નોહતા ખીલવ્યા પરંતુ આ વખતે આપે કમળ ખીલાવવાનું મન બનાવી દીધું છે.

આ અવસર ચૂંટણીનો છે પરંતુ હું આપની પાસે આશિર્વાદ લેવા આવ્યો છું કેમ કે વોટતો તમે આપવાના જ છો. આ ચૂંટણી તો આગામી 25 વર્ષ આપણા ગુજરાતના કેવા હશે તે નક્કી કરશે.આજે પાલનપુર આવ્યો છું.આ ચૂંટણી છે. છેલ્લા 20 વર્ષ આપે જે જવાબદારી આપી છે તે નિભાવવા કોઇ અઠવાડીયું એવું નથી ગયું કે જ્યારે અમે ગુજરાતના વિકાસના કામોનું નવું ડગલું ન માંડ્યુ હોય. ધરોઇથી અંબાજી ઇક્કો ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ સાયકલ ટુરિઝમ વિકસાવ્યું છે. જે ભારત પર્યાવરણને બગાડશે તેવી વાતો થતી હતી એને બદલાવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.

હેલિકોપ્ટરને જોવા ઘેલું ,ધૂળ ઉડતાં કેસરિયો ખેસ મોઢા ઉપર બાંધ્યો
હેલિકોપ્ટરને જોવા ઘેલું ,ધૂળ ઉડતાં કેસરિયો ખેસ મોઢા ઉપર બાંધ્યો

ગુજરાત આવનાર દિવસમાં ગ્રીન હાઇડ્રોજનનું હબ બનવાનું છે. પેટ્રોલ ડિઝલથી ચાલતી કારો ગ્રીન હાઇડ્રોજનથી ચાલે તે દિશામાં કામ કરી રહ્યા છીએ. ઉત્તર ગુજરાત પહેલા પાણી માટે વલખા મારતું હતું ભાજપ સરકારમાં સુજલામ સુફલામ થકી અને નર્મદા માતાનું પાણી ઘરે ઘરે પહોંચ્યું છે. આજના 20-25 વર્ષના જુવાનિયાઓને ખબર નહી હોય કે ભૂતકાળ કેટલું ભંયકર હતું, વડીલોને પુછજો કે પહેલા કેવી સ્થિતિ હતી. પાટણ,કચ્છ આખા ક્ષેત્રની મુસીબતો મને ખબર છે અને તેની દરેક સમસ્યા દુર કરવા પ્રયાસ કરીએ છીએ.

એક સરકાર જયારે સમાજને સમર્પિત હોય,એક સરકાર જ્યારે વિકાસને સમર્પિત હોય,એક સરકાર જયારે સપનાને સંકલ્પ બનાવીને સિદ્ધી મેળવવા દિવસ રાત મહેનત કરે ત્યારે કેવા ઉત્તમ પરિણામ મળે છે તે બનાસકાંઠા અને ગુજરાતની જનતા જુવે છે. દિલ્હીમાં તમારો દિકરો તમારા કામ માટે બેઠો છે પણ તમે કામ લો નહી તો હું શું કરુ, કામ કરાવવા કમળ ખીલાવવું પડે. તમે મારા માટે એક કામ કરજો. ઘરે જજો વધુને વધુ મતદાન કરાવજો અને જ્યાં જાઓ ત્યાં વડીલોને કહેજો કે નરેન્દ્ર ભાઈ આવ્યા હતા ભારતના પ્રધાનમંત્રી આવ્યા હતા એવું ના કહેતા. પણ નરેન્દ્રભાઈ આવ્યા હતા એમ કહેજો.

યુવક પાસેથી ચપ્પુ મળ્યું
વડાપ્રધાનની સભામાં આવતાં લોકોને ચકાસીને પ્રવેશ અપાયો હતો. જ્યાં અેક આદિવાસી યુવક પાસેથી ચપ્પુ મળી આવ્યું હતુ. ગુટખા- તમાકું બહાર મુકાવ્યા હતા.

પર્યટન : રણને આપણે તોરણ બનાવી દીધું ત્યા વિકાસની બહુ સંભાવના છે. 2004માં પુર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામજીએ ચિંતા કરી હતી ભારત પાસે ઘણી વિરાસતો છે અને દુનિયામાં ટુરિઝમમાં આપણો દેશ 30માં નંબરે હોય તે નિરાશા જનક સ્થિતિ છે તે અંગે ચિંતા કરી હતી. ગુજરાતમાં આપણે પર્યટન સ્થળો વિકસાવ્યા. નડાબેટ, નડેશ્વરી-રણ,પાટણની વાવ અને કચ્છનું રેગીસ્તાન,માં અંબાનું ધામ વિકસાવ્યું, ધરોઇથી અંબાજી ઇક્કો ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ.સાયકલ ટૂરિઝમ વિકસાવ્યું છે.હવે અંબાજીમાં 51 શક્તિપીઠના દર્શન થઇ શકે છે.બનાસકાંઠા,પાટણ અને કચ્છ જિલ્લામાં પર્યટન વિકસાવ્યું છે.

પર્યાવરણ : ગુજરાત આવનાર દિવસમાં ગ્રીન હાઇડ્રોજનનું હબ બનવાનું છે. પેટ્રોલ ડિઝલથી ચાલતી કારો ગ્રીન હાઇડ્રોજનથી ચાલે તે દિશામાં કામ કરી રહ્યા છીએ.પશુપાલનમાં ઘણા કામ કરી રહ્યા છીએ જેમાં પહેલા દૂધના પૈસા મળતા હવે પશુઓના છાણ-મુત્રમાંથી આવક થાય તે માટે બાયોગેસ પર કામ કરવામાં આવી રહ્યું છે. દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું અભિયાનછે.

પાણી: ઉત્તર ગુજરાત પહેલા પાણી માટે વલખા મારતું હતું ભાજપ સરકારમાં સુફલામ થકી નર્મદા માતાનું પાણી ઘરે ઘરે પહોંચ્યુ છે. પહેલા પાણી માટે આપણી માતા-બહેનોને પાંચ-પાંચ કિ.મી માથે બેડા લઇ જવું પડતું હતું આજે ઘરે જ નળથી પાણી પહોંચાડ્યું છે.

પશુધન: વાત પશુધનની હોય કે વાત પોષણની હોય.. ઉત્તર ગુજરાત બધામાં આગળ છે. માતાઓ બહેનોને ડેરીએથી સીધા પૈસા મળે છે, મારી માતાઓ-બહેનો આત્મનિર્ભર બની છે. પશુઓને ફ્રીમાં વેક્સિન આપ્યું છે.કેટલા નવા પ્રયોગો કર્યા? કિસાન ક્રેડીટ પશુપાલકને પણ મળે તેવી વ્યવસ્થા કરી. આરોગ્યના મોટા અભિયાન ચલાવ્યા પશુઓના મોતી બિંદુ અને ગર્ભાધાનની માંડી આધુનિક ટેકનિક અપનાવી રહ્યા છે.

પોષણ: 12-15 વર્ષની દીકરી આરોગ્યની ચિંતા કરી છે. ટેબ્લેટ આહારની ચિંતા કરી છે બાળકોમાં કુપોષણ દૂર કરવા શાળાઓમાં દૂધ સંજીવની યોજનાની કામગીરી ચાલી રહી છે. કોરોનામાં ગરીબનું બાળક ભૂખ્યું ના સુવે એ કાળજી લીધી 80 કરોડ લોકોને મફત ભોજન માટે કઠોળ અને તેલ આપ્યું.

અન્ય સમાચારો પણ છે...