આ સમસ્યાનો અંત ક્યારે?:પાલનપુરમાં ગંદકીના સામ્રાજ્ય સામે સ્થાનિકોનો વિરોધ, પાલિકા સામે ધરણા કરી સૂત્રોચાર કર્યા

બનાસકાંઠા (પાલનપુર)14 દિવસ પહેલા
  • વિરોધપક્ષ અને સ્થાનિકોએ સત્વરે ગંદકીનો નિકાલ કરવા માંગ કરી

પાલનપુરમાં ગંદકીના સામ્રાજ્યને લઈ મોટી બજાર વિસ્તારમાં પાલિકા સામે વિરોધપક્ષ અને સ્થાનિકોએ ધારણા કરી વિરોધ નોંધાવ્યો હતો. પાલનપુર મોટી બજાર ખાતે વિરોધ પક્ષ અને મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહી ભાજપ શાસિત પાલિકામાં વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ગંદકીનો નિકાલ કરવાની માંગ કરી છે.

સત્વરે ગંદકીનો નિકાલ કરવા માંગ
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરના અનેક વિસ્તારો ગંદકીથી ખદબદી રહ્યા છે. મોટાભાગના વિસ્તારોમાં કચરાના ઢગના કારણે ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે પાલનપુર મોટી બજાર વિસ્તારમાં નગરપાલિકા સામે વિરોધપક્ષ અને સ્થાનિકોએ ધરણા પ્રદર્શન કર્યું હતું અને નગરપાલિકા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા બેંક અને શાળા નજીક જ ગંદકીના ઢગને કારણે ગંદકીથી ખદબદી ઉઠી છે. જેને લઇ વિરોધપક્ષના નેતા અંકિતાબેન સહિત સ્થાનિકોએ મોટી સંખ્યામાં જોડાઈ વિરોધ નોંધાવ્યો હતો.

<

અન્ય સમાચારો પણ છે...