નગરપાલિકાનું સેનિટેશન વિભાગ હાલમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં વ્યસ્ત છે. શહેરના ચોકઅપ નાળાઓને સ્થાનિક મજૂરો પાસે સાફ કરાવવામાં આવી રહ્યા છે.
સોમવારે બ્રિજેશ્વર કોલોની રોડ પરના ભૂગર્ભ ગટરના તેમજ વરસાદી પાણીના નિકાલના નાળાઓની સફાઈનું કામ કેટલાક મજૂરો કરી રહ્યા હતા તેમની પાસે કોઇ પણ પ્રકારની સેફટી જોવા મળી ન હતી.
પેન્ટ ઊંચું કરીને ભૂગર્ભ ગટરમા ઉતરેલા મજૂરે જણાવ્યું કે "ચેમ્બર સાફ કરીને એક ટ્રોલી કચરો બહાર કાઢવામાં આવ્યો છે. કેટલાક ઢાંકણા એવા હતા જે તૂટેલા હતા જેથી અંદર મોટી માત્રામાં કચરો ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.