છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ:પાલનપુરમાં પૈસાની જરૂર હોવાથી ગીરવે મુકેલી કાર ખોટી નોટરી કરી બારોબાર વેચી દીધી, પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યાં

બનાસકાંઠા (પાલનપુર)3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોટી નોટરી કરાવી ગાડીઓ વેચી છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ

બનાસકાંઠામાં ગાડી અડાણા પેટે લીધા બાદ તેના પૈસા ચૂકવ્યાં બાદ પણ તેના માલિકને ગાડી પરત ના આપી અને ખોટા દસ્તાવેજો બનાવી ગાડી બારોબાર વેચી મારતી ગેંગનો પર્દાફાશ થયો છે. જે મામલે પાલનપુર તાલુકા પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પૈસાની જરૂર હોઈ ગીરવે મુકેલી કાર ખોટી નોટરી કરી વેચી મારી હતી. જેથી ફરિયાદ નોંધાઈ છે.

પૈસા આપ્યાં બાદ પણ ગાડી પરત ન આપી
જો તમે ગાડી અડાણા પેટી મૂકીને પૈસા લાવતા હો તો ચેતી જજો કારણ કે, હવે એવી પણ ગેંગ સક્રિય છે કે તમે ગાડી અડાણા પેટે મુક્યા બાદ તેના પૈસા ચૂકવી દો તો પણ તમારા ખોટા દસ્તાવેજો ઊભા કરી ગાડી બારોબાર વેચી દેવાની ઘટના બનાસકાંઠાના પાલનપુરમાં બની છે. પાલનપુરમાં રહેતા હરેશભાઈ શ્રીમાળીએ પણ આ જ રીતે પોતાની ગાડી મકસુદ ગાયકવાડ નામના શખ્સને અડાણે આપી પૈસા લીધા હતા. ત્યારબાદ તેમની આર્થિક પરિસ્થિતિ સુધરતા તેઓએ મકસુભાઈને તમામ પૈસા ચૂકવી દીધા હતા. જોકે, તે બાદ પણ તેમને ગાડી પરત આપી ન હતી.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ થઈ હતી. આ મામલે તપાસ કરતા મકસુદ ગાયકવાડ, રણજીત હડિયોલ અને બાબુજી પઢિયાર નામના આરોપીઓ ગાડી અડાણે લીધા બાદ ગાડી માલિકના નામનો સ્ટેમ્પ મેળવી તેનો ફોટો ચોટાડી , ખોટી સહી અને બનાવત કરી નકલી દસ્તાવેજ બનાવી ગાડી બારોબાર વેચી દીધી હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે અત્યારે ત્રણ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...