લાંચિયો અધિકારી:પાલનપુરમાં વધુ એક લાંચિયો અધિકારી પાંચ હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

બનાસકાંઠા (પાલનપુર)3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દવાના વેચાણ માટે નવા લાયસન્સ આપવા 5 હજાર ની લાંચ માંગી હતી

બનાસકાંઠાના પાલનપુરમાં વધુ એક લાંચિયો અધિકારી વચેટીયા મારફતે લાંચ લેતો ઝડપાયો છે. ACBની ટીમે વચેટીયા અને ડ્રગ ઇન્સ્પેક્ટરને પાંચ હજાર રૂપિયાની લાચ લેતા રંગેહાથ ઝડપી બંનેને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

રંગેહાથ ઝડપાયા
પાલનપુરમાં રિટેલ અને હોલસેલ દવાના લાયસન્સ માટે એક અરજદારે અરજી કરી હતી અને લાયસન્સ આપવા માટે ડ્રગ ઇન્સ્પેક્ટરે વચેટીયા મારફતે 5000 રૂપિયાની લાંચ માગી હતી. જે અંગેની ફરિયાદ મળતા જ એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન અરજદાર પાસેથી રૂ 5000ની લાંચ લેતા વચેટીયા અહેસાનઅલી તાકોડી અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર ચિત્રાંગ પટેલની અટકાયત કરી હતી. એસીબીની ટીમે અત્યારે લાંચમાં લીધેલા 5 હજાર રૂપિયા રોકડ કબ્જે કર્યા છે. જ્યારે બંને આરોપીઓની અટકાયત કરી જેલના સળિયા પાસેથી ધકેલી કાયદાકીય વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...