હુમલો:પાલનપુરમાં ઘર આગળ બકરાં જતાં યુવકને કુહાડીના ઘા માર્યા

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે મહિલા સહિત ચાર સામે પોલીસ મથકે ફરિયાદ

પાલનપુર તારાનગર બાવરીડેરા વિસ્તારમાં ઘર આગળ બકરા ચરવા જતાં ઉશ્કેરાયેલી બે મહિલા સહિત ચાર જણાંએ યુવક ઉપર કુહાડીથી હૂમલો કરી ઇજા પહોચાડી હતી.આ અંગે યુવકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર તારાનગર બાવરીડેરામાં રહેતા મંગલભાઇ લક્ષ્મણભાઇ વઢીયારની માતા સવિતાબેન બકરાં ચરાવવા ગયા હતા.

જે બકરાં સામે રહેતા ઘરે જતાં મંગલભાઇ બાવરી, વસંતીબેન મંગલભાઇ બાવરી, સવિતાબેન આઝાદભાઇ બાવરી અને આઝાદભાઇ લાઘાભાઇ બાવરી ઉશ્કેરાઇ ગયા હતા. જેમણે તારી માતાને સમજાવી દેજે તમારા બકરા અમારા ઘરે કેમ આવે છે તેમ કહી કુહાડીથી હૂમલો કરી તેમજ ગડદાપાટુનો મારમારી મંગલભાઇ વઢિયારને ઇજા પહોચાડી હતી. આ અંગે તેમણે ચારેય સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...