હોબાળો:પાલનપુરમાં લોક કરેલી કાર હંકારતા કારલોક બગડયું,પોલીસે રોકતાં ચાલકે હોબાળો મચાવ્યો

પાલનપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરમાં નવા એસટી બસ પોર્ટ ની સામે આવેલા તિરુપતિ કોમ્પલેક્ષ આગળ બુધવારે બપોરે કારચાલકે સર્વિસ રોડ પર કાર પાર્ક કરી હતી. દરમિયાન એજન્સીએ કાર લોક કરી દેતા કાર માલિકે લોક કરેલી કાર હંકારી દેતા લોક બગડયું હતું અને પોલીસે રોકાવતા થોડીવાર માટે હોબાળો મચી ગયો હતો.

દરમિયાન લોક ખોલવા માટે ખાસ્સો એવો પરિશ્રમ કરવો પડ્યો હતો. વાહનચાલકોએ ફરિયાદ કરી હતી કે નો પાર્કિંગના બોર્ડ સર્વિસ રોડ પર ક્યાંય મારેલા નથી શોપિંગમાં પણ પાર્કિંગની સુવિધા નથી એવામા વાહનચાલકો વાહન ક્યાં મૂકે.

અન્ય સમાચારો પણ છે...