નગરપાલિકાએ ખુલાસો કર્યો:પાલનપુરમાં 50 મજૂરો 25 દિવસ પછી 15 દિવસ સુધી મશીનથી પ્રિ-મોન્સૂન કાર્ય કરશે

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લડબી નદીમાં નાખેલી ભૂગર્ભ ગટરની લાઈનો તૂટી ન જાય એટલે મજૂરોથી સફાઈ હાથ ધરાઇ હોવાનુ નગરપાલિકાએ ખુલાસો કર્યો

પાલનપુરમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા નાળા પર સાફ સફાઇ હાથ ધરવામાં આવી છે. જુદાજુદા બે તબક્કામાં પ્રિમોન્સૂન એક્ટિવિટી કરાશે જેમાં પ્રથમ તબક્કામાં મજૂરો દ્વારા સફાઇ કરવામાં આવી રહી છે. પાલનપુર નગરપાલિકાની સેનીટેશન શાખા દ્વારા પ્રિમોન્સૂન એક્ટિવિટીને ખાનગી એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે.

માં પ્રથમ તબક્કામાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા નાળાઓમાં 50 મજૂરો 25 દિવસ સાફ-સફાઈ કરશે જે બાદ 15 દિવસ જેસીબી અને હિટાચી મશીનથી પ્રિ-મોન્સુન એક્ટિવિટી કરાશે. નગરપાલિકાના સેનીટેશન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે " બ્રિજેશ્વર કોલોની બરફનીલાઠી, શિવ નગર, પાતાળેશ્વર મંદિર પાછળ, રેલવે સ્ટેશન નજીકનું બેલીમ નાળું તે લડબી નાળા સુધી દ્વારા સફાઇ કરવામાં આવી રહી છે.

લડબી નદીમાં નાખેલી ભૂગર્ભ ગટરની લાઈનો તૂટી ન જાય એટલે પ્રથમ તબક્કામાં મજુરોથી સફાઈ હાથ ધરાઇ હોવાનો ખુલાસો કર્યો છે. તો બીજી તરફ વિપક્ષના નેતા અંકિતા ઠાકોરે જણાવ્યું હતું કે "નગરપાલિકા 80 લાખ રૂપિયાના ખર્ચે ડમ્પિંગ સાઇટ અને નાળા સફાઈ અંગેની કાર્યવાહી કરી રહી છે ત્યારે નગરપાલિકાની માલિકીનાં વાહનો હોવા છતાં પ્રજાના પૈસે માનીતાઓને લાભ કરાવવા માટે વ્યર્થ નાણાં વેડફાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...