પાલનપુરમાં ગુરુવારે તમાકુ નિંયત્રણની ટીમએ હાઇવે વિસ્તારમાં શૈક્ષણિક સંકુલની આસપાસ તમાકુનું વેચાણ કરનાર લારી ગલ્લા પર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાતા 34 લારી ગલ્લાના વેપારીઓ ઝડપાયા હતા.જેમની પાસેથી રૂ,6700નો દંડ વસુલાયો હતો.
જિલ્લા આરોગ્ય અધિકારીની તથા એપિડેમિક મેડીકલ ઓફિસરની સુચના અનુસાર ગુરુવારે શૈક્ષણિક સંકુલ આસપાસ તમાકુ વેચાણ અને જાહેર ધુમ્રપાન કાયદાની અનુસંધાને પાલનપુર હાઇવે વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ તથા પશ્ચિમ પોલીસને સાથે રાખી પાલનપુરના હાઇવે વિસ્તારમાં પાન તમાકુ વેચાણના લારી-ગલ્લા દુકાનમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું જેમાં કેટલાક વેપારીઓને કાયદાની સમજ આપી દંડની કાર્યવાહી કરવામાં આવી જેમાં 34 દુકાન ધારકોને જાહેરનામાના ભંગ બદલ રૂપિયા 6700 દંડ ફટકારવામાં આવ્યો હતો.જેમાં જિલ્લા તમાકુ નિયત્રંણ એકમના સોશિયલ વર્કર અનિલભાઈ રાવલ અને સાયકોલોજિસ્ટ કાઉન્સેલર કમરઅલી નાંદોલિયા હાજર રહી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.