તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો:પાલનપુરમાં 1 ઇંચ વરસાદમાં જ સુખબાગ રોડ પર ઢીંચણસમા પાણી ભરાયા, અનેક વાહનચાલકો માર્ગ પર પાણી ભરાઈ જતાં અટવાયા

બનાસકાંઠા (પાલનપુર)3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય વરસાદમાં જ પાલનપુર પાલિકાની પ્રિ મોન્સૂન પ્લાનની પોલ ખૂલી હોવાનો આક્ષેપ
  • પાલનપુરના તાજપુરા વિસ્તારમાં વરંડાની દિવાલ ધરાશાયી થઈ

પાલનપુરમાં પડેલા વરસાદના કારણે પાલિકાની પોલ ખુલી ગઈ છે. જેમાં સુખબાગ વિસ્તાર હાઈવેથી શહેર તરફ જવાના રસ્તા ઉપર ઢીંચણ સમા પાણી ભરાઇ જતાં સ્થાનિકો તેમજ વાહન લઈ ત્યાંથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે માત્ર એક જ વરસાદમાં જ આ વિસ્તારમાં આવી પરિસ્થિતિ થાય તો આવનારા સમયમાં ભારે વરસાદના કારણે શું પરિસ્થિતિ થશે એવી સ્થાનિકોમાં ચિંતા પેસી છે. ઉપરાંત બીજી તરફ રાત્રે પડેલા વરસાદના કારણે પાલનપુરના તાજપુરા વિસ્તારમાં વરંડાની દિવાલ ધરાશાયી થઈ હતી. કલાકો પહેલા પડેલા વરસાદ બાદ પણ માર્ગ પર ઢીંચણસમા પાણી ભરાઈ રહેતા વાહનચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.

તાજપુરા વિસ્તારમાં વરંડાની દિવાલ ધરાશાયી થઈ
પાલનપુરમાં પડેલા એક ઇંચ વરસાદના કારણે પાલનપુરના સુખબાગ રોડ તેમજ હાઈવે વિસ્તારથી શહેરમાં પ્રવેશતા અનેક વાહનચાલકો માર્ગો પર પાણી ભરાઇ જતા અટવાયા છે. કલાકો પહેલા પડેલા વરસાદ બાદ પણ માર્ગ પર ઢીંચણ સમા પાણી ભરાઇ રહેતા વાહનચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. જો કે સામાન્ય વરસાદમાં જ પાલનપુર નગરપાલિકાની પ્રિમોન્સુન પ્લાનિંગની પોલ ખૂલી ગઈ છે. જો કે બીજી તરફ રાત્રે પડેલા વરસાદના કારણે પાલનપુરના તાજપુરા વિસ્તારમાં વરંડાની દિવાલ ધરાશાયી થઈ હતી. જો કે આ દિવાલ જર્જરિત હોવાના કારણે ધરાશાયી થઇ હોય એમ જાણવા મળ્યું છે. નગરપાલિકા દ્વારા સર્વે કરી આવા જર્જરિત મકાનો અને દીવાલો ઉતારી લેવામાં આવે તો મોટી જાનહાનિ થતાં અટકી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...