ખેડૂતોનું એલાન-એ-જંગ:ઉત્તર ગુજરાતમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખેડૂતોને બટાટાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ વાવેતર ન કરવાની પ્રતિજ્ઞા લીધી

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્યાં સુધી પ્રતિ કિલો 15 રૂપિયાનો ભાવ ન મળે ત્યાં સુધી વાવેતર નહીં કરવાનો નિર્ણય
  • ઉત્તર ગુજરાત પોટેટો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ફાર્મર એસોસિએશનની બેઠકમાં નિર્ણય લેવાયો

બટાટાની ખેતીમાં પૂરતા ભાવો ન મળતાં બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી સહિતના જિલ્લાના ખેડૂતો અમીરગઢમાં મોટા પ્રમાણમાં એકત્રિત થયા હતા અને ફારમિંગ સિસ્ટમથી બટાટાનું વાવેતર કરનારા ખેડૂતોને કંપની દ્વારા પૂરતા ભાવ ન મળતાં આ પદ્ધતિને જાકારો આપવા માટેની શપથ લેવામાં આવ્યા હતા. બટાટાની કંપનીઓ સામે ભાવ માટે જંગે ચડેલા ખેડૂતોએ આ વરસે હજી સુધી બટાકાનું વાવેતર કરેલ નથી.

બનાસકાંઠામાં દર વર્ષે બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર થઇ રહ્યું હતું જેની સામે આ વર્ષે કોન્ટ્રાક્ટ ફાર્મિગ સાથે જોડાયેલા એકપણ ખેડૂતે બટાકા વાવેલ નથી અને કંપનીઓ સામે પૂરતા ભાવ એટલે કે મણ દીઠ 300 રૂપિયા આપવામાં આવશે તો જ બટાકાનું વાવેતર કરવામાં આવશે તેવા શપથ લેવામાં આવ્યા હતા. જ્યાં સુધી બટાટાના પોષણક્ષમ ભાવ ન મળે ત્યાં સુધી બટાટાની વાવણી ન કરવાનો આકરો નિર્ણય લઈ ચૂકેલા બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના જિલ્લાના ખેડૂતોએ બીજી વાર અમીરગઢમાં મિટિંગ યોજી હતી. જેમાં જિલ્લાના પંદરસો જેટલા ધરતીપુત્રો આવ્યા હતા. કંપનીઓ સામે મોરચો ખોલી બેસેલા ખેડૂતોએ બટાટાના ભાવ ન મળે તો અન્ય ખેતી કરવી પરંતુ બટાકાની ખેતી ન કરવાનો નિર્ણય લીધો છે.

જ્યાંસુધી બટાકા ના પોષણક્ષમ ભાવ ન મળે ત્યાં સુધી બટાકા ની વાવણી ન કરવાનો આકરો નિર્ણય લઈ ચૂકેલા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સહીતના જિલ્લાના ખેડૂતો એ બીજી વાર અમીરગઢ માં મિટિંગ યોજી હતી. જેમાં જિલ્લાના પંદરસો જેટલા ધરતીપુત્રો આવ્યા હતા કંપનીઓ સામે મોરચો ખોલી બેસેલા ખેડૂતોએ બટાટાના ભાવ ન મળે તો અન્ય ખેતી કરવી પરંતુ બટાકાની ખેતી ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોએ આ મામલે સરકાર સમક્ષ મધ્યસ્થીની માગ કરી છે અન્યથા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...