આબુના અદભૂત દ્રશ્યો:માઉન્ટ આબુમાં વરસાદના કારણે ઝરણાઓ જીવંત બન્યા, પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી

બનાસકાંઠા (પાલનપુર)14 દિવસ પહેલા
  • પર્વતીય વિસ્તારમાં અનેક ઝરણાઓ વહેતા થયા
  • અહલાદક નજારાની પ્રવાસીઓ મોજ માણી

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં વરસાદના કારણે રમણીય વાતાવરણ બન્યું છે. આબુમાં મીની કાશ્મીર જેવા નજારાની પ્રવાસીઓ મોજ માણી રહ્યાં છે. વરસાદના કારણે ડુંગરાઓમાંથી અનેક ઝરણાં જીવંત બનતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.

પર્યટકોમાં અનેરો આનંદ
ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુમાં વરસાદના કારણે પર્વતીય વિસ્તારમાં અનેક ઝરણાઓ વહેતા થતાં માઉન્ટ આબુનો પર્વતીય વિસ્તાર સોળે કળાએ ખીલી ઊઠ્યો છે. માઉન્ટ આબુમાં રમણીય વાતાવરણને લઇ મીની કશ્મીર જેવો નજારો બનતા પર્યટકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.

ઝરણાઓ જીવંત બન્યા
હવામાન વિભાગની આગાહીને લઇને રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. રાજસ્થાનમાં પણ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. જેના કારણે ઝરણાઓ જીવંત બન્યા છે. વરસાદી માહોલમાં આબુમાં અહલાદક નજારાની પ્રવાસીઓ મોજ માણી રહ્યાં છે.

તસવીરોમાં જોઇએ મનમોહક દ્રશ્યો

અન્ય સમાચારો પણ છે...