પાણીનો પોકાર:ભાભરના મોતીસરમાં પાણીની સમસ્યાને લઈ મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર રજૂઆત કરવા છતાં પાણી આપવામાં ન આવતા મહિલાઓમાં રોષ
  • મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવી તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો

બનાસકાંઠા જિલ્લામાં ઠેરઠેર પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે આજે ભાભરના મોતીસર ગામે મહિલાઓએ પાણીની સમસ્યાને લઈ માટલા ફોડી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. મોતીસર ગામે પાણીની સમસ્યાને લઈ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય મહિલાઓએ માટલા ફોડી તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે.

જિલ્લામાં ઠેર-ઠેર પાણીની સમસ્યા
બનાસકાંઠા જિલ્લામાં ઉનાળામા પાણીની સમસ્યા ઠેરઠેર જોવા મળી રહી છે. ગ્રામીણ વિસ્તાર હોય નગરપાલિકાઓ હોય કે પછી સરહદી પંથક હોય મોટાભાગના વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળે છે. કેટલાય ખેતરોમાં ઉભા પાક સુકાવાની સમસ્યા, તો કેટલીય જગ્યાએ પીવાના પાણીની સમસ્યા સામે આવતી હોય છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ભાભરના કપરુંપૂર ગ્રામ પંચાયતમાં આવતા મોતીસર ગામે પીવાના પાણીની સમસ્યાને લઈ મહિલાઓએ કપરુંપુર ગામ પંચાયત સામે વિરોધ નોંધાવ્યો છે.

મહિલાઓએ તંત્ર પાસે પાણીની માગ કરી
​​​​​​​મોતીસર ગામમાં પીવાના પાણીની સમસ્યાને લઈ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોઈ મહિલાઓ એકત્ર થઈ ગામના ચોકમાં પોતાના ઘરના પીવાના પાણીના માટલા ફોડી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે. બનાસકાંઠા સરહદી વિસ્તારના અનેક ગામોમાં પીવાના પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે. ત્યારે આજે મોતીસર ગામની મહિલાઓએ માટલા ફોડી તંત્ર પાસે પાણીની માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...