પાલનપુર શહેરના ઘણા વિસ્તારમાં રાત્રી દરમિયાન સ્ટ્રીટ લાઈટો બંદ અવસ્થામાં હોવાથી શહેરીજનોને અંધારામાં રહેવાનો વારો આવ્યો છે જેને લઈ રોષે ભરાયાં છે. ગત ચોમાસા દરમિયાન પાલનપુર નગરપાલિકા સામે જ સ્ટ્રીટ લાઈટના વાયરથી વીજ કરંટ લાગતા બે ગાયોના મોત નીપજ્યા હતા.જે બાદ વીજકંપની દ્વારા ચીફ ઓફિસરને શહેરમાં ગેરકાયદેસર લાવેલી સ્ટ્રીટ લાઈટોના વાયર હટાવવા માટે લેખિતમાં નોટિસ આપી શહેરમાં સર્વે કરી કાયદેસર સ્ટ્રીટ લાઈટની માંગ કરવાની જાણ કરી હતી.
ચીફ ઓફિસર દ્વારા નગરપાલિકા વિસ્તારમાં લાગેલ ગેરકાયદેસર જોડાણો દૂર કરવામાં આવ્યા હતા અને જ્યાં સુધી સર્વે ના થાય ત્યાં સુધી કોઈ જ પ્રકારની ગેરકાયદેસર સ્ટ્રીટ લાઈટ ના લગાવવા માટેની તાકીદ કરી હતી.જોકે,મહત્વની વાત એ છે કે એક વર્ષ જેટલો સમય ગાળો વીતવા આવ્યો તેમ છતાં પણ પાલનપુરમાં સર્વેની કામગીરી પૂર્ણ થઇ નથી અને લોકોને અંધારપટ ભોગવવાનો વારો આવ્યો છે.
ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, નગરપાલિકા વિસ્તારમાં લાઈટ ન હોવાની સમસ્યા સર્જાય છે પરંતુ પાલિકા દ્વારા કેટલીક જગ્યાઓ પર વાયરો ખેંચવામાં આવ્યા હતા જેને લઈ અકસ્માતોના બનાવો બન્યા છે યુજીવીસીએલ પાલિકાને જાણ કરવામાં આવી હતી જેથી યૂજીવીસીએલ જે એસ્ટીમેન્ટ આપે તે પાલિકા દ્વારા ભરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.