કરુણાંતિકા:મલાણામાં આરપીએફ જવાનની અંતિમ યાત્રામાં ગામ હિબકે ચઢ્યું

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરના મલાણામાં આરપીએફ જવાનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને શ્રદ્ધાંજલિ અર્પી હતી. - Divya Bhaskar
પાલનપુરના મલાણામાં આરપીએફ જવાનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
  • મુંબઇ ચર્ચગેટ રેલવે સ્ટેશને ટ્રેનની ટક્કરે નિધન થયું હતુ
  • મૃતદેહ પાલનપુર​​​​​​​ લાવી વતનમાં અંતિમ સંસ્કાર કરાયા

પાલનપુર તાલુકાના મલાણાના આરપીએફ જવાનનું મુંબઇ ચર્ચગેટ રેલવે સ્ટેશને ટ્રેનની ટક્કરે નિધન થયું હતુ. જેમના મૃતદેહને રેલવે માર્ગે પાલનપુર લાવી વતનમાં લઇ જવાયો હતો. જ્યાં રવિવારે અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઇ અશ્રુભરી આંખે વિદાય આપી હતી.

પાલનપુર તાલુકાના મલાણા ગામના ભરતભાઇ નાનજીભાઇ પ્રજાપતિ રેલવે આરપીએફમાં એએસઆઇ તરીકે મુંબઇમાં ફરજ બજાવતાં હતા. જેઓ મુંબઇ ચર્ચગેટ રેલવે સ્ટેશને કોઇ ટ્રેન ઉપર પથ્થરમારો થયો હોઇ ત્યાં તપાસ કરવા માટે ગયા હતા.

દરમિયાન રેલવે ટ્રેક ઉપર પાછળથી ટ્રેનની ટક્કર લાગતાં તેમનું નિધન થયું હતુ. જેમના મૃતદેહને સૂર્યનગરી એક્ષપ્રેસ ટ્રેનમાં પાલનપુર લાવી વતનમાં લઇ જવાયો હતો. જ્યાં અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઇને શ્રધ્ધાંજલિ અર્પી હતી.

અન્ય સમાચારો પણ છે...