દબાણો હટાવ્યા:લાખણીમાં પીડબલ્યુડીએ 100 દબાણો ઉપર બુલડોઝર ફેરવ્યું

લાખણીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઇવેની બંને બાજુ લારી, ગલ્લા, શેડ, ઓટલાના દબાણો હટાવ્યા

લાખણીમાં હાઇવે વિસ્તારમાં બન્ને બાજુ લારી, ગલ્લા, શેડ, ઓટલા સહિતનાં દબાણો થતાં હાઇવે ઓથોરિટી દ્વારા ગુરુવારે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં 100 જેટલાં બંન્ને બાજુનાં દબાણો દુર કરાવવામાં આવ્યાં હતાં. ગેળા ચારરસ્તાથી આજુબાજુના મુખ્ય માર્ગ પર ગુરુવારે થરાદના પીડબલ્યુ વિભાગ દ્વારા બે જેસીબી મશીન સાથે દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો. આ અંગે સુત્રોએ જણાવ્યું હતું કે સંકલન સમિતીની બેઠકમાં અવારનવાર દબાણોનો મુદ્દો ઉઠતો હતો.

આથી તંત્ર દ્વારા હાઇવેની બંન્ને બાજુ દબાણો કરનાર લારી, ગલ્લા, શેડ, ઓટલા સહિતનાં દબાણો દુર કરાવવામાં આવ્યાં હતાં. જો કે ગુરુવારે લાખણીના વહીવટીતંત્ર અને પોલીસ સ્ટાફ સાથે કામગીરી કરાતાં પુર્વે તંત્ર દ્વારા સાત દિવસમાં તમામ દબાણો સ્વૈચ્છિક હટાવી લેવાની જાહેર અને વ્યક્તિગત નોટિસો પણ આપવામાં આવી હતી તેમ છતાં પણ દબાણદારોએ તેમનાં દબાણો નહી હટાવતાં તંત્ર દ્વારા 100 જેટલાં દબાણો દુર કરાવવામાં આવ્યાં હતાં. રસ્તો ખુલ્લો થતાં વાહનચાલકો અને રાહદારીઓએ રાહત અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...