હાલાકી:કુંભાસણ ગામે એક મહિનાથી ગટર બ્લોક થતાં ગટરનું પાણી માર્ગો ઉપર ફરી વળ્યું

ગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકોએ રજૂઆત કરી ત્યારે સરપંચ પતિએ કહ્યું બેઠકમાં જોઈશું

કુંભાસણ ગામે આવેલ દાંતીવાડિયાવાસ એરિયામાં ભૂગર્ભ ગટર બ્લોક થઈ જતા ગટરના દૂષિત પાણી માર્ગ ઉપર એકત્ર થતા જેને લઈ સ્થાનિક રહીશોમાં દૂષિત પાણીને લઈ ગ્રામ પંચાયતના સતાધીશો વિરુદ્ધ ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે.લોકોને આ માર્ગ ઉપર વહી રહેલ ગટરના દૂષિત પાણીમાં થઈને નીકળવું પડે છે.છેલ્લા એક માસથી ગટરના દૂષિત પાણીમાં થઈને લોકોને ચાલવું પડી રહ્યું છે.જ્યાં પંચાયતના સત્તાધીશો કહી રહ્યા છે કે ગટર ચોકઅપ થતા મશીન બોલાવી રીપેર કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ પરિણામ મળ્યું નથી.

પટેલ સમાજ,ઠાકોર સમાજ, માજીરાણા સમાજના લોકોએ ગ્રામ પંચાયતના સત્તાધીશો વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો હતો.સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર આ ગટરના પાણીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે.સુરેખાબેન ઠાકોરે જણાવ્યું હતું કે એક મહિનાથી આ ગટર પાણી ભરાવથી અમારા મહોલ્લામાં લોકો બીમાર પડી ગયા હતાં.

સરપંચ આવીને જોઈને ગયા કોઈ નિકાલ આવતો નથી છેવટે પાળો બાંધી પાણી રોકી રાખ્યું છે.તેમજ સરપંચપતિ રમેશભાઈ મેસરાએ જણાવ્યું હતું કે સમસ્યા માટે મશીન લાવી બ્લોક થઈ ગયેલ ગટરની કામગીરી કરાવી પરંતુ સમસ્યાનું સમાધાન ન થતા પંચાયતની બેઠકમાં હાલમાં આવેલ અન્ય એરિયાની ગટરની ગ્રાન્ટ આ એરિયામાં વાપરીને તેનો નિકાલ કરીશું.

અન્ય સમાચારો પણ છે...