એકતા:ધારેવાડામાં ગ્રામજનોએ રૂ.4.11 લાખ લોકફાળો ઉઘરાવી નવીન બોર શરૂ કર્યો

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામના બે બોર ફેલ થઇ ગયા હતા તેમ છતાં ગામલોકો હિંમત ન હાર્યા

વડગામ તાલુકાના ધારેવાડા ગામમાં ઉનાળામાં પાણીની ખુબ સમસ્યા સર્જાઈ હતી તેમજ ગામના બે બોર ફેલ થઇ ગયા હતા તેમ છતાં ગામલોકો હિંમત હાર્યા ન હતા. તેમજ લોકફાળાનું વિચારી ગામલોકોને રોજે રોજે પાણી મળી તે હેતુથી ગામલોકોએ સ્વચ્છાએ રૂ.4.11 લાખ ફાળો આપ્યો હતો.

જે ચાર માસ અગાઉ બોર બનાઈ ગયો હતો પરંતુ પાણીં આવી જતા ગામલકોએ એવું વિચાર્યું કે, આ પાણી આમજ રહે તે માટે શુક્રવારે અષાઢી બીજના શુભ દિવસે ગ્રામજનો ભેગા મળી બોર શરૂ કર્યો હતો. આ સેવા કાર્યમાં ગામના હરિભાઈ ચૌધરી, કાનજીભાઈ ચૌધરી, રેવાભાઈ રબારી, પ્રભાતસિંહ જાદવ, રામસિંહ સોલંકી, દીપકભાઈ ચૌધરી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...