અંધ શ્રદ્ધાંનો વરવો કિસ્સો:ધાનેરામાં ભૂવાથી પીછો છોડાવવાનું કહેતાં પતિએ પત્નીને ત્રાસ આપ્યો, 181 અભયમે ઘરમાં ફીટ કરાવેલા સીસીટીવી કેમેરામાં ત્રાસ ગુજારતો કેદ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિ ણીતાએ પતિને સીધો કરવા ધાનેરા પોલીસ મથકે અરજી આપી

ધાનેરામાં અંધશ્રધ્ધામાં રાચતા પતિને ભૂવાથી પીછો છોડાવવા મુદ્દે કહેવા જતાં પત્ની ઉપર તેનો પતિ ત્રાસ ગુજારતો હતો. જેમાં અગાઉ સમાધાન કરાયા પછી પતિ ઉપર વોચ રાખવા તેમના ઘરમાં સીસીટીવી કેમેરા ફીટ કરાયા હતા. દરમિયાન સોમવારે પત્નીએ પુન: 181ની મદદ લેતાં પતિ સીસીટીવી કેમેરામાં ત્રાસ ગુજારતો કેદ થયો હતો. આ અંગે ત્રસ્ત પરિણીતાએ પતિને સીધો કરવા માટે ધાનેરા પોલીસ મથકે અરજી આપી હતી.જેમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા 181 અભયમના કાઉન્સેલરે જણાવ્યું કે, ધાનેરામાં એક મહિલા ઉપર તેણીનો પતિ અગાઉ ત્રાસ ગુજારતો હોઇ બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતુ. અને હવે પછી ત્રાસ ન ગુજારે તે માટે ઘરમાં સીસીટીવી કેમેરા લગાવડાયા હતા.

દરમિયાન સોમવારે રાત્રે પુન: પરિણીતાનો કોલ આવતાં ટીમ સાથે તેના ઘરે ગયા હતા. જ્યાં સીસીટીવી કેમેરાના ફૂટેજમાં પતિ ત્રાસ ગુજારતો જણાઇ આવ્યો હતો. જોકે, તેનો પતિ ઘરે હાજર ન હોઇ કાયદાકીય સલાહ આપી ધાનેરા પોલસ મથકે અરજી અપાવી હતી.

તપાસ કરી ફરિયાદ કરાશે:પીઆઈ
પરિણીતાની અરજી મળી છે. તેના ઘરે તપાસમાં ગયા હતા. જોકે, તેનો પતિ હાજર મળ્યો ન હતો. આ કેસમાં તપાસ કરી તથ્ય જણાશે તો છેતરપીંડીની ફરિયાદ દાખલ કરવામાં આવશે.: એ.ટી. પટેલ (પીઆઇ )

અંધશ્રધ્ધાના ચક્કરમાં પતિ સાથે ભૂવાએ છેતરપિંડી કરતાં અરજી
પરિણીતાએ ધાનેરા પોલીસને આપેલી અરજીમાં જણાવ્યું હતુ કે, ખેરાલું બાજુના ભૂવાના ચક્કરમાં તેનો પતિ અંધશ્રધ્ધામાં ગળાડૂબ થઇ ગયો છે. ભૂવાએ પતિ સાથે છેતરપીંડી કરી છે. એટલું જ નહી ઘરમાં કોઇ બિમાર પડે તો હોસ્પિટલ લઇ જવાને બદલે ભૂવા પાસે લઇ જતો હતો. બાળકોને મારમારતાં હાથ ભાંગી ગયો હતો. તેમને પણ દવા ન કરાવતાં ભૂવા પાસે લઇ ગયો હતો. ભૂવાથી પીછો છોડાવવા માટે કહેતા પતિ તેણીની ઉપર ત્રાસ ગુજારે છે.

અન્ય સમાચારો પણ છે...