વિરોધ પ્રદર્શન:ડીસામાં ગ્રામપંચાયત કોમ્પ્યુટર ઓપરેટરનું વિરોધ પ્રદર્શન, સમાન વેતન સહિતની માંગણીઓ પૂર્ણ કરવા રજૂઆત કરી

પાલનપુર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોમ્પ્યુટર ઓપરેટરોએ ટીડીઓને આવેદનપત્ર આપી સરકાર સામે વિરોધ દર્શાવ્યો

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટરોએ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં આજે ડીસા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરો એકત્ર થઈ ડીસા ટીડીઓને આવેદનપત્ર પાઠવી સમાન વેતન સહિતની માંગણીઓ પૂર્ણ કરવા રજૂઆત કરી છે.

બનાસકાંઠા જિલ્લામાં ઠેરઠેર જગ્યાએ વિરોધ પ્રદર્શન સામે આવતા હોય છે. જેમાં આજે ડીસામાં ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર આપરેટરોનો વિરોધ સામે આવ્યો છે. ડીસામાં ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર એકત્ર થઇ ડીસા વીડિયોને આવેદનપત્ર પાઠવી સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે. સમાન વેતન સહિતની માગણી અને પૂર્ણ કરવા ડીસા ટીડીઓને રજૂઆત કરી છે. કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા મળ્યો નહીં સંતોષાય તો આગામી 11 તારીખે ગાંધીનગર ખાતે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...