ડીસા સંસ્કાર મંડળની નવી જગ્યા માટે પ્રીમિયમ વધારાની રકમ ભરવા માટે પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સ્કૂલના પૂર્વ શિક્ષકે આદર્શ બચાવો. પત્રિકા વાઇરલ કરતા હડકંપ મચ્યો છે. 78 વર્ષના શિક્ષકે જણાવ્યું હતું કે સ્કૂલ મંડળે સરકાર સાથે છેતરપિંડી કરી છે."
વાયરલ પત્રિકામાં જણાવ્યું હતું કે "સંસ્કાર મંડળ ડીસા દ્વારા 21 જુલાઈ 2009માં ચાલુ શાળામાં 4 હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી જગ્યા ઓછી પડતી હોવાની સમસ્યા સર્જાઈ હતી.જેને લઈ કલેકટર દ્વારા રેવન્યુ સર્વે નંબર 89 પૈકી જમીનની માંગણી કરેલી ત્યાર બાદ 24 એપ્રિલના 2013ના રોજ શાળાના બાંધકામ તેમજ રમત-ગમત જગ્યા ફાળવાય બાદ વધેલી જમીન સરકાર હસ્તક રહેશે તેવું સર્કલ ઓફિસરએ જણાવેલ ત્યારબાદ સર્કલ ઓફિસરે તે રિપોર્ટ મામલતદારને કરવામાં આવેલ.
આ અનુસંધાને નાયબ કલેક્ટર ડીસાએ તારીખ 13 માર્ચ 2010ના રોજ કલેકટરએ ડીસા બજારને 50ટકા ગ્રાન્ટ કરવા અભિપ્રાય આપેલ ત્યારબાદ કલેકટરએ જમીનની કિંમતની આકારણી બાબતે નગર નિયોજક ને કિંમત નક્કી કરવા જણાવેલ ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી તથા નગર નિયોજકની સંયુક્ત જિલ્લા મૂલ્યાંકન સમિતિએ 22 ઓકટો.2013 મિટિંગ કરી બજાર કિંમત નક્કી કરી કલેકટરને અભિપ્રાય તેના પછી મહેસૂલ વિભાગ દ્વારા 16 ફેબ્રુઆરી 2015માં રૂ. 10,920 જમીન ફાળવી આપવાનો હુકમ કર્યો હતો જોકે ડીસા નગરપાલિકા અ વર્ગમાં આવતી હોવા છતાં સરકારની આંખોમાં ધૂળ નાખીને બ વર્ગની દર્શાવી સરકાર સાથે છેતરપિંડી આચરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.