આક્ષેપ:દાંતામાં ભાજપના ઉમેદવારએ કહ્યું,કોંગ્રેસના ઉમેદવાર પ્રચારમાં આવે તો તેમને તોડી નાખો

પાલનપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના ઉમેદવાર દ્વારા મતદારોને ઉશ્કેર્યા હોવાના આક્ષેપ સાથે કાંતિ ખરાડીની આક્ષેપ સાથે રજૂઆત

દાંતામાં ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવાર પ્રચારમાં આવે તો તેમને તોડી નાખવા કહી મતદારોને ઉશ્કેર્યા હોવાનો વિવાદ સામે આવ્યો છે. દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડીએ આ મામલે ચૂંટણી પંચને લેખિત ફરિયાદ કરી વિડીયો ફૂટેજ આપી કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

દાંતા પ્રાંત અધિકારીને કરાયેલી લેખિત ફરિયાદમાં કાંતિભાઈ ખરાડીએ જણાવ્યું હતું કે " દાંતાના મોટા બામોદરા કાર્યાલયના ઉદ્ઘાટનમાં ભાજપના હરીફ ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને તેમજ કાર્યકર્તાને ઘાટા ઉતરવા દેવા નહીં તેમજ ભાજપના વિસ્તાર આજુબાજુ ચૂંટણી પ્રચાર માટે આવે તો થોડી પાડવાની ખુલ્લી ધમકી આપેલ છે જેની ક્લિપ આ સાથે સામેલ છે. આવા ભાજપના માથાભારે ઉમેદવાર બેફામ વાણી વિલાસનો ઉપયોગ કરતા હોય તેમની સામે આદર્શ આચારસંહિતાનો ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ કરવા મારી રજૂઆત છે.

અન્ય સમાચારો પણ છે...