પાલનપુર તાલુકાના ચંડીસર ગામે ત્રણ માસ બાદ ઘરની સારસંભાળ માટે આવેલા 72 વર્ષના દાદીને બે પૌત્રઅને પુત્રવધુએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પાલનપુર તાલુકાના ચંડીસર ગામે રહેતા મણીબેન દેવજીભાઈ દેવીપુજક (ઉ.વ.72)ને પાંચ મકાન છે. જેમાં એમના પૌત્ર અને પુત્રવધુઓ વધુ રહે છે. જીઓ મિત્રોને ઘરે લાવી મોજ મસ્તી કરતા હોય મણીબેને ઠપકો આપ્યો હતો.
આથી 12 માર્ચ 2022ના રોજ તેમની ઉપર હુમલો કરવામાં આવતા તેઓ પાલનપુર તેમના પુત્રના ઘરે રહેવા જતા રહ્યા હતા. અને ત્રણ માસ પછી તારીખ 8 જૂન 2022ના દિવસે ચંડીસર પોતાના ઘરની સારસંભાળ કરવા જતા પૌત્ર નરેશભાઈ હીરાભાઈ દેવીપુજક, આરતીબેન નરેશભાઈ દેવીપુજક, વિષ્ણુભાઈ ચમનભાઈ દેવીપૂજક અને જ્યોત્સનાબેન વિષ્ણુભાઈ દેવીપુજકે અપશબ્દો બોલી પથ્થર લઈ હુમલો કરવાની કોશિશ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે મણીબેને પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.