અષાઢી બીજે મેઘરાજા મહેરબાન:બનાસકાંઠામાં ભાભરમાં પોણા બે ઇંચ, સુઈગામમાં અડધો કલાક સુધી વરસાદ ખાબક્યો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં અષાઢી બીજ નિમિત્તે સવારે અમી છાંટા બાદ સાંજે મેઘરાજા મહેરબાન બન્યા હતા જ્યાં ભાભરમાં પોણા બે ઇંચ, અમીરગઢ તેમજ સુઈગામ પંથકમાં સાંજે અડધો કલાક વરસાદ ખાબક્યો હતો.જ્યારે પાલનપુરમાં ઝાપટું આવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લામાં અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથ પ્રસન્ન થયા હતા જ્યાં દિવસ પર ગરમીના ઉકરાટ બાદ વહેલી ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા.જ્યારે શુક્રવારે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ઠંડમય બન્યું હતું તેમજ પાલનપુરમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.

ભાભર પંથકમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો જેને લઈ નીચાંણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા.તેમજ સુઈગામ ગામ પંથકમાં પવન સાથે સતત 25 મિનિટ સુધી વરસાદ પડ્યો હતો તેમજ અમીરગઢ પંથકમાં ભારે ઉકલાટ બાદ વરસાદ પડતા નીચાંણવાળા વિસ્તારમાં તેમજ ખેતરોમાં પાણી ભરાયા હતા જોકે દિવસભરની ગરમી સહન કર્યા બાદ અચાનક વરસાદ આવતા પંથકમાં ઠંડક પ્રસરી હતી.

અન્ય સમાચારો પણ છે...