બાળલગ્ન અટકાવાયા:બનાસકાંઠામાં 181ની ટીમે 15 વર્ષની સગીરાના લગ્ન અટકાવ્યા, માતા-પિતાને બાળલગ્નના કાયદાની સમજ આપી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 વર્ષની સગીરાના લગ્ન 25 વર્ષના યુવક સાથે કરાવવાના હતા
  • લગ્નની કંકોત્રી પણ સગા સંબંધીઓમાં આપી દેવામાં આવી હતી

બનાસકાંઠા જિલ્લાના 181 અભયમએ પાલનપુરમાંથી એક બાળલગ્ન અટાવ્યા છે. 15 વર્ષની સગીરાના લગ્ન 25 વર્ષના યુવક સાથે કરાવવા હતા, જેમની લગ્ન કંકોત્રીઓ પણ સગા સંબંધીઓમાં આપી દેવામાં આવી હતી 181 અભયમેં સગીરાના માતા-પિતાને બાળ લગ્ન કરાવવાથી ગેર ફાયદા અંગે સમજૂતી આપી. તેમજ બાળલગ્ન પ્રતિબંધક કાયદા અંતર્ગત કરવામાં આવતી સજા આ અંગે જણાવતા સગીરાના પરિવારજનો આ બાળલગ્ન ન કરવા સહમત થયાં હતા.

પાલનપુરના માન સરોવર ફાટક પાસે બાળ લગ્ન થતાં હોવાનો 181 અભયમ કોલ મળતા બનાસકાંઠા 181 અભયમના કાઉન્સેલર જિનલબેન પરમાર મહિલા પોલીસ શિલ્પાબેન સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યાં પરિવારની 15 વર્ષની સગીરાના લગ્ન 25 વર્ષના યુવક સાથે કરાવવાના હતા. જેમના લગ્નની કંકોત્રી પણ સગા સંબંધીઓમાં આપી દેવામાં આવી હતી.

જોકે, કાઉન્સેલર જિનલબેને સગીરાના માતા - પિતાને બાળ લગ્ન કરવાથી થતાં ગેરફાયદા અંગે સમજ આપી હતી. તેમજ બાળ લગ્ન પ્રતિબંધક કાયદા અંતર્ગત કરવામાં આવતી સજા અંગે જણાવતાં સગીરાના માતા-પિતા અને પરિવારજનો આ બાળ લગ્ન ન કરવા સહમત થયા હતા આમ 15 વર્ષની સગીરા ચોરીના ચાર ફેરા ફરે તે પહેલા બાળ લગ્ન અટકાવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...