વિરામ બાદ ફરી મેઘમહેર શરૂ:બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકમાં પાલનપુરમાં 43 MM સહિત અનેક તાલુકામાં વરસાદ, રસ્તા પર પાણી ફળી વળતા વાહનચાલકો પરેશાન

બનાસકાંઠા (પાલનપુર)5 દિવસ પહેલા
  • જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા

રાજ્યમાં હાલ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહીના પગલે કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારમાં રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેથી વાહનચાલકોને હાલાકી પડી હતી. અમીરગઢમાં 12 MM, કાંકરેજમાં 37 MM, ડીસામાં 38 MM, પાલનપુરમાં 43 MM સહીત જિલ્લાના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

ક્યા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો?
જિલ્લામાં થોડાક દિવસના વિરામ બાદ ફરી મેઘમહેર શરૂ થઈ છે. જિલ્લાના ડીસા, પાલનપુર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. જેથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જિલ્લાના મોટાભાગના જળાશયો હજુ પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે. જોકે, બનાસકાંઠા જિલ્લાની જીવા દોરી સામાન ગણાતા દાંતીવાડા ડેમમાં અને બનાસ નદીમાં નવા નીરની આવક શરૂ થઈ છે જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અમીરગઢમાં 12 MM, કાંકરેજમાં 37 MM, ડીસામાં 38 MM, દાંતીવાડામાં 11 MM, દિયોદરમાં 02 MM, ધાનેરામાં 01 MM, પાલનપુરમાં 43 MM, ભાભરમાં 02 MM, લાખણીમાં 02 MM અને વડગામમાં 63 MM વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં એવરેજ 65.48 ટકા વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં એવરેજ 65.48 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લાના 14 તાલુકામાં એવરેજ વરસાદ જોઈએ તો અમીરગઢમાં 54.53 ટકા, કાંકરેજમાં 64.28 ટકા, ડીસામાં 60.20 ટકા, થરાદમાં 80.59 ટકા, દાંતામાં 75.92 ટકા, દાંતીવાડામાં 50.32 ટકા, દિયોદરમાં 72.23 ટકા, ધાનેરામાં 43.76 ટકા, પાલનપુરમાં 63.20 ટકા, ભાભરમાં 74.39 ટકા, લાખણીમાં 49.74 ટકા, વડગામમાં 75.38 ટકા, વાવમાં 69.33 ટકા, સુઇગામમાં 91.29 ટકા વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...