લમ્પીનો કહેર યથાવત:બનાસકાંઠા જિલ્લામા આજે વધુ 317 નવા પશુઓ પર રોગની અસર, 9 પશુઓના મોત

બનાસકાંઠા (પાલનપુર)10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાસકાંઠા જિલ્લામા વધુ 9 તાલુકાના 199 ગામોમાં પશુઓમા લમ્પી વાઈરસની અસર

બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઈરસનો કહેર જોવા મળી રહ્યો છે. કુલ જિલ્લાના 9 તાલુકા લમ્પી વાઈરસની ઝપેટમાં આવ્યા છે. વધતાં જતાં લમ્પી વાઈરસના કહેર વચ્ચે આજે 317 જેવા પશુઓ પર રોગની અસર જોવા મળી છે. આજે 9 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 199 ગામોમાં પશુઓમાં લમ્પી વાઈરસની અસર દેખાઈ છે.

9 તાલુકામાં 199 ગામમાં 2251 પશુઓ ને અસર કુલ 42 પશુઓના મોત
બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઈરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. આજે નવા 317 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે. આજે 9 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. જિલ્લાના કુલ 9 તાલુકા ઓમાં પશુ ઉપર લમ્પી વાઈરસની અસર જોવા મળી છે.

જિલ્લાના 199 ગામોમાં પશુઓમાં લમ્પી વાઈરસ કેસ સામે આવ્યા છે. કુલ 2251 પશુઓને લમ્પી વાઇરસની અસર જોવા મળી છે. અત્યાર સુધી 42 પશુઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. વધતા જતા લમ્પી વાઈરસના કહેર વચ્ચે વહીવટીતંત્રએ ટીમોને વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...