લમ્પી વાઈરસ અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં આજે નવા 267 પશુઓ વાઈરસની ઝપટે ચડ્યા, 7 પશુઓના મોત

બનાસકાંઠા (પાલનપુર)12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાસકાંઠા જિલ્લામાં વધુ 9 તાલુકાના 267 ગામોમાં પશુઓમા લંપી વાઈરસની અસર

બનાસકાંઠા જિલ્લામાં લંપી વાઈરસનો કહેર જોવા મળી રહ્યો છે. જેમાં કુલ જિલ્લાના 9 તાલુકા લંપી વાઈરસની ઝપેટમાં આવ્યા છે. વધતાં જતાં લંપી વાઈરસના કહેર વચ્ચે આજે 267 જેવા પશુઓ પર રોગની અસર જોવા મળી છે જેમાં આજે 7 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે બનાસકાંઠા જિલ્લામાં કુલ 274 ગામોમાં પશુઓમાં લંપી વાયરસની અસર દેખાઈ છે.

9 તાલુકામાં 274 ગામમાં 3119 પશુઓ ને અસર કુલ 70 પશુઓના મોત
બનાસકાંઠા જિલ્લામાં લંપી વાઈરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. જેમાં આજે નવા 267 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે આજે 7 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. જોકે જિલ્લાના કુલ 9 તાલુકાઓમાં પશુ ઉપર લંપી વાઈરસની અસર જોવા મળી છે. જેમાં કુલ જિલ્લાના 274 ગામોમાં પશુઓમાં લંપી વાઈરસ અસર થઇ છે. કુલ 3119 પશુઓને લંપી વાઇરસની અસર જોવા મળી છે જેમાં અત્યાર સુધી 70 પશુઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. વધતા જતા લંપી વાઈરસના કહેર વચ્ચે વહીવટીતંત્રએ ટીમોને વેક્સિનેસનની કામગીરી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...