વિદ્યાર્થીઓના મહેનતનું પરિણામ:બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10નું સૌથી ઊંચુ 84.73% પરિણામ કાણોદર કેન્દ્રનું નોંધાયું, સૌથી નીચુ 35.83% હડાદ કેન્દ્રનું

પાલનપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામા 100 ટકા પરિણામ મેળવનારી 20 શાળા, 64 જેવા કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવી હતી

બનાસકાંઠા જિલ્લામાં આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું હતું. સમગ્ર જિલ્લાનું પરિણામ 67.18 ટકા આવ્યું છે. જેમાં જિલ્લામાં સૌથી ઊંચું પરિણામ કાણોદર કેન્દ્રનું 84.73 ટકા અને સૌથી નીચું પરિણામ હડાદ કેન્દ્રનું 35.83 ટકા નોંધાયું છે.

ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામા આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લાના 64 કેન્દ્રો પરથી 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 5,03,726 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. સમગ્ર જિલ્લાનું પરિણામ 67.18 ટકા નોંધાયું છે. જેમાં 398 વિધાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો છે. જિલ્લામાં સૌથી ઊંચું પરિણામ કાણોદર કેન્દ્રનું 84.73 ટકા નોંધાયું છે અને જિલ્લાનું સૌથી નીચું પરિણામ હડાદ કેન્દ્ર નું 35.83 ટકા નોંધવા પામ્યું છે. જેના પગલે જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ને અભિનંદન પાઠવ્યા હતા. આમ આજે જાહેર થયેલા ધોરણ 10 નું પરિણામ 67.18 ટકા જાહેર થયું છે.

આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી ડો. નરેંદ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10નું માર્ચ 2022નું પરિણામ જાહેર કરવામા આવ્યું છે. બોડનું પરિણામ 65.18 ટકા આવ્યું છે એની સામે બનાસકાંઠા જિલ્લાનું પરિણામ 67.18 ટકા આવેલુ છે. જેમાં 100 ટકા પરિણામ મેળવનારી 20 શાળાઓ છે. 64 જેવા કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં સૌથી ઊંચું પરિણામ કાણોદર કેન્દ્રનું આવેલું છે. 84.73 ટકા સૌથી નીચું પરિણામ 35.83 ટકા હડાદ કેન્દ્રનું આવેલું છે.

બનાસકાંઠામાં કયા ગ્રેડમાં કેટલા છાત્રો

એ 1393
એ 22336
બી14925
બી27220
સી18062
સી24123
ડી214
ઈ17887
ઈ25836

ઉ.ગુ.માં શૂન્ય ટકાવાળી શાળાઓમાં 8નો ઘટાડો

જિલ્લો20222020વધ-ઘટ
અરવલ્લી1201 ઘટી
બનાસકાંઠા4301 વધી
મહેસાણા2101 વધી
સાબરકાંઠા6903 ઘટી
પાટણ0606 ઘટી
ઉ.ગુ.કુલ312108 ઘટી

ઉ.ગુ.માં 50 શાળાનું 100% પરિણામ, 9 શાળાઓ વધી

જિલ્લો20222020વધ-ઘટ
અરવલ્લી91001 ઘટી
બનાસકાંઠા201604 વધી
મહેસાણા10802 વધી
સાબરકાંઠા9306 વધી
પાટણ2402 ઘટી
કુલ504109 વધી

​​​​​​​ઉ.ગુ.ના પરિણામનું ગ્રેડવાઇઝ ચિત્ર

વિદ્યાર્થીઅરવલ્લીબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાપાટણ
નોંધાયેલા1573041155277311994116994
પરીક્ષાર્થી1542940596273741966816811
એ-1174393398235139
એ-2840233617441061727
બી-117244925292619231408
બી-227707220417029512231
સી-132338062484435452889
સી-216834123266618751650
ડી832141529282
ઇ-119827487595438784233
ઇ-229395836451841083452
પાસ105082727316902116829126
ટકા68.1167.1861.7459.454.29

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...