ગુજરાત વિધાનસભા-2022:બનાસકાંઠા જિલ્લામાં બીજા તબક્કામાં મતદાન યોજાશે, નવ બેઠકો માટે 379 ફોર્મ ઉપડ્યા

બનાસકાંઠા (પાલનપુર)3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી તારીખ 5 મી ડિસેમ્બરના રોજ યોજાનાર છે. બીજા તબક્કામાં યોજાનાર બનાસકાંઠા જિલ્લાની નવ બેઠકો માટે આજે જાહેરનામું બહાર પડતા આજથી ઉમેદવારી પત્રો ભરી શકાય છે. જિલ્લામાં તમામ નવ વિધાનસભા બેઠકો માટે કુલ 379 ફોર્મનું વિતરણ થયાં છે જેમાં કુલ 7 જેટલાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

કુલ નવ વિધાનસભા મતવિસ્તારમાં થયેલ ફોર્મ વિતરણની વિગત જોઈએ તો 07-વાવમાં 52, 8-થરાદમાં 60, 9-ધાનેરામાં 44, 10-દાંતામાં 22, 11-વડગામમાં 54, 12-પાલનપુરમાં 41, 13-ડીસામાં 29, 14-દિયોદરમાં 42 અને 15-કાંકરેજ 35 વિધાનસભામાં 379 જેટલાં ઉમેદવારો ફોર્મ વિતરણ થયા છે જોકે આજે કુલ 07 જેટલાં ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...