જગતનો તાત રાજી રાજી:બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદ પડતા ખેડૂતોના મુરઝાતા પાકોને જીવનદાન મળ્યું

બનાસકાંઠા (પાલનપુર)21 દિવસ પહેલા
  • કૉપી લિંક

હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. ગત રાત્રે પડેલા વરસાદના કારણે જિલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોના મુરઝાતા પાકોને જીવનદાન મળ્યું છે, જેને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

ખેડૂતોમાં ખુશી
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતા ચોતરફ ઠંડક પ્રસરી હતી. વરસાદી કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોના ખેતરમાં ઉભેલા મુરઝાતા પાકોને જીવનદાન મળ્યું છે.

ક્યાં કેટલો વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમીરગઢમાં 34 મિમી, કાંકરેજમાં 44 મિમી, ડીસામાં 12 મિમી, થરાદમાં 14 મિમી, દાંતામાં 14 મિમી, દાંતીવાડામાં 07 મિમી, દિયોદરમાં 32 મિમી, ધાનેરામાં 08, પાલનપુરમાં 33 મિમી, ભાભરમાં 27 મિમી, લાખણીમાં 35 મિમી, વડગામમાં 33 મિમી, વાવમાં 04 અને સુઇગામમાં 12 વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં એવરેજ 129.43 ટકા વરસાદ
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં આવતી ચોમાસામાં સર્વે તાલુકામાં સીઝનનો સારો વરસાદ નોંધાયો છે જેમાં અમીરગઢમાં 123.00 ટકા, કાંકરેજમાં 132.06 ટકા, ડીસામાં 132.19 ટકા, થરાદમાં 124.26 ટકા, દાંતામાં 140.94 ટકા, દાંતીવાડામાં 132.34 ટકા, દિયોદરમાં 132.86 ટકા, ધાનેરામાં 113.24 ટકા, પાલનપુરમાં 135.28 ટકા, ભાભરમાં 118.78 ટકા, લાખણીમાં 115.43 ટકા, વડગામમાં 136.11 ટકા, વાવમાં 129.47 ટકા અને સુઇગામમાં 134.43 સહિત જિલ્લામાં એવરેજ 129.43 ટકા વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...