બનાસકાંઠા જિલ્લામાં ફૂડ વિભાગ દર વર્ષે જુદી ખાણી-પીણીના સ્ટોલ સહિત ઘી તેલ મરચાં સહિતનું વેચાણ કરતા વેપારી એકમોમાંથી નિયમિત ખાદ્ય પદાર્થોના નમૂના એકત્રિત કરે છે અને તેના નમૂના લઈ પરીક્ષણ માટે મોકલી આપે છે.જોકે સેમ્પલનું પરિણામ આવે તે પહેલાં જ આ ખાદ્યપદાર્થો વેચાઈ ગયા પછી રિઝલ્ટ આવે કે આ ખાવાલાયક ન હતા.
હવે તંત્ર દ્વારા આવા વેપારીઓને દંડ ફટકારી રહ્યું છે.જેમાં 14 મિલાવટખોરોને 24.85 લાખનો દંડ ફટકાર્યો હતો.પાલનપુર અધિક કલેક્ટર એટી પટેલે 14 કેસોમાં સુનાવણીની પ્રક્રિયા હાથ ધરી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે. ફૂડ સેફટી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે "જુદા જુદા 14કેસોમાં મિલાવટખોરોને અધિક કલેક્ટરે 24.85 લાખનો દંડ ફટકાર્યો છે .
14 કેસો છે તેમાં ઘી,તેલ, મીઠું અને વિટામિનની દવા અને શિરપનો પણ સમાવેશ થાય છે. ગત વર્ષે સેમ્પલમાં આ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પાલનપુરના ડેરી રોડ પર ફુડ વિભાગે ઘીની ફેક્ટરી ઝડપી પાડી હતી જેમાં સંચાલક દ્વારા ઘીમાં ભેળસેળ કરતા 10 લાખનો દંડનો હુકમ કરવામાં આવ્યો છે એ ઉપરાંત પાલનપુરની કાણોદર નજીક આવેલી શ્રીમુલ ડેરીને ત્રણ કિસ્સામાં 5 લાખનો દંડ કરાયો છે."
ગાયના ઘીમાં ભેળસેળ બદલ ઊંઝા-કામલીની રજવાડી ડેરીને 1 લાખ, ઓગણજની ઘીની ફેકટરીને 2 લાખ દંડ
પાલનપુર ફૂડ વિભાગે ડીસાના ગાંધી ચોકમાં આવેલી ઠકકર દિલીપકુમાર નારણદાસની જલારામ ટ્રેડર્સ માંથી ગાયના ઘીનું સેમ્પલ લીધું હતું જે પૂનાની લેબમાં સબ સ્ટાન્ડર્ડ આવતા સપ્લાય પેઢીના માલીક વિજય પિન્ડરમાં (રહે.અમદાવાદ) અને સેમ્પલ આપનાર બન્નેને સામુહિક ને દંડ 10 હજાર જ્યારે પટેલ પ્રકાશકુમાર કેશવલાલ (રજવાડી ડેરી પ્રોડકટસ.કામલી, તા. ઊંઝાને 1 લાખનો દંડ કર્યો છે.
ઉપરાંત ફૂડ સેફટી વિભાગે થરાદમાં દિનેશકુમાર કેશવલાલ ત્રિવેદીની વિમલ પ્રોવિજન સ્ટોર્સમાંથી ગાયના ઘી નું સેમ્પલ લીધું હતું જે પરીક્ષણમાં ફેલ થતાં દુકાનદારને 25 હજાર જ્યારે ભાવનાબેન કીર્તિભાઈ પટેલ, ઉત્પાદક પૈકીના માલિક , જય સિકોતર એન્ટરપ્રાઈઝ, ઓગણજ તા.દસક્રોઈ, જિ.અમદાવાદને 2 લાખનો દંડ પાઠવ્યો છે.
ઘીમાં ભેળસેળ કરનારા પાલનપુરના હિતેશ મોદીને રૂ.10 લાખનો દંડ
વર્ષોથી ઘી બનાવવાના કામ સાથે જોડાયેલા હિતેશભાઈ ગોરધનદાસ મોદીની ધાન્વી એન્ટ૨પ્રાઈઝ ગજાનંદ માર્કેટ, ડેરી રોડ, પાલનપુર ની પેઢી માંથી ફૂડ સેફટી વિભાગે ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં ઘીની ફેક્ટરી પર દરોડા પાડી કાર્યવાહી કરી હતી. જે મામલામાં ફૂડ સેફટી વિભાગે કલમ-51 અને 64 હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી અને હિતેશભાઈ ગોરધનભાઈ મોદીને 10 લાખનો દંડ કરવામાં આવ્યો હતો.
શ્રીમુલ ડેરી ઘીનું સેમ્પલ ફેલ થતાં 5 લાખનો દંડ
ફુડ સેફટી વિભાગે થરાદ તાલુકાના માંગરોળ ગામની ડાવિયાલ દિનેશભાઈની દુકાનમાંથી, બ્રાહમણ જીતેન્દ્રકુમાર પ્રેમજીભાઇની દુકાનમાંથી જ્યારે શ્રીમુલ ડેરી પ્રા.લિ.માંથી પેઢીના ડાયરેકટર દિલીપકુમાર હંસરાજમાઈ રાવલ પાસેથી (જુદા જુદા ત્રણ કિસ્સામાં) શ્રીમુલ ઘીનું સેમ્પલ લીધું હતું જેમાં તેલની હાજરી આવતા દિપકકુમાર રાવલ, વિતરક પેઢીના ડાયરેકટર) શ્રીમુલ ડેરી પ્રા.લિ. (વિતરક પેઢી) ગુરુસદન કોમ્પ્લેક્ષ, જગાણા રોડ, ગઠામણ ગેટ,પાલનપુર. વિપુલભાઈ ૨ાવલ, (શ્રીમુલ ડેરી પ્રા.લિ., ઉમરદશી રિવર પાસે, કાણોદર બ્રિજ) જુદા જુદા 2 કેસમાં 1-1લાખ, જ્યારે ફેકટરી પરથી લીધેલા સેમ્પલમાં 3 લાખ મળી કુલ 5 લાખનો દંડ કરવામાં આવ્યો છે.
વિટામીન સીરપ અને ઝીંક ટેબલેટમાં ગડબડ આવતા 65-65 હજારના દંડ
ડીસામાં મોટીઆખોલ વિસ્તારમાં આવેલી ગુંજનકુમાર ભાનુપ્રસાદ જોષીની યુરેકા હેલ્થ કેરમાંથી મલ્ટીવિટામીન સીરપ અને ટેબ્લેટનું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડ આવ્યું હતુ. જુદા જુદા બન્ને સેમ્પલમાં ક્ષતી જણાતા ફૂડસેફટી વિભાગે કાર્યવાહી કરી હતી જેમાં યુરેકા હેલ્થ કેર પેઢીને 50 હજાર જ્યારે ઝીંકટેબ્લેટ માર્કેટિંગ પેઢીના ભદ્રેશ હસમુખલાલ ખમાર રહે. અમદાવાદને 15 હજાર જ્યારે શૈલેશભાઈ મનસુખભાઈ રાઠોડ(માર્કેટેડ પેઢીના ભાગીદાર) નારોલ અમદાવાદ અને નિર્મલાબેન ફુલચંદ વર્મા(માર્કેટેડ પેઢીના ભાગીદાર) એસજી હાઇવે અમદાવાદને 15 હજાર મળી બન્ને કેસમાં 65 -65 હજાર મળી 1.30 લાખનો દંડ કરવામાં આવ્યો છે.
મીઠાની થેલીમાં આયોડિનની કમી હોવાથી એજન્સીને લાખ રૂપિયાનો દંડ
ડીસામાં પાર્થ અશોકભાઈ ઠકકરની પાર્થ સોલ્ટ ઈન્ડસ્ટ્રીઝમાંથી લીધેલું મીઠાનું સેમ્પલ ફેલ આવ્યું. જેમાં અશોક માધવલાલ ઠકકર(નમુનો આપનાર પેઢીના માલિક) પાર્ક સોલ્ટ ઈન્ડસ્ટ્રીઝ(વન્ડર પેઢી), પ્લોટ નં.3, બનાસ ઈન્ડસ્ટ્રીયલ એરીયા ડીસા,સંજીવ અશોકકુમાર મોનીચા(માર્કેટી પેઢીના માલિક) જય ટ્રેડર બિહાર, તીખ અશોકકુમાર મોનીચા,ભરત દેવજીભાઈ રાજગોર, દિવાકર બિશ્વનાથ શાહ, રાજ અશોકુમાર મોનીચા, બિશ્વનાથ પરમેશ્વરલાલ શાહ ઉત્પાદક પેઢીના ડાયરેકટર્સને સામુહિક 1 લાખ દંડ કરાયો છે.
પાલનપુરમાં કપાસિયા તેલનું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવતા 2 લાખનો દંડ
પાલનપુર જુના ગંજમાં ભરતભાઈ હરગોવનદાસ મોઢ અને જયપ્રકાશ હરગોવનદાસ મોઢ પાસેથી કપાસિયા તેલનું લેવાયેલું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવતા બન્નેનો સંયુક્ત દંડ 10 હજાર કરાયો હતો જ્યારે અશ્વીનભાઈ હરગોવિંદભાઈ પટેલ (ઉત્પાદક પેઢીના નોમીની મે.મેપ રિફોઈલ્સ ઈન્ડીયા લીમીટેડ, કડી-કલોલ રોડ કડી (૨જી.ઓફીસ 10મો માળ, ડી–બ્લોક, ગજ્ઞેશ મેરેડીયન,ગુજરાત હાઈકોર્ટ સામે,અમદાવાદને 1.50 લાખનો દંડ કરવામાં આવ્યો છે.
મસ્ટર્ડ ઓઈલનું સેમ્પલ મિસ બ્રાન્ડ આવતા 8 સામે કેસ, 65 હજારનો દંડ
બાલમુકુંદ જવંતીભાઈ પટેલની જય અંબે કીરાણા સ્ટોર્સ, દાંતામાંથી મસ્ટર્ડ ઓઈલનું સેમ્પલ મિસ બ્રાન્ડ આવતા 65 હજારનો દંડ કરાયો હતો. જેમાં પટેલ વિનોદકુમાર રામાભાઈ એન્ડ કું. જુના સરદાર ગંજ રોડ,. પાલનપુર બન્નેને 5 હજાર દંડ જ્યારે પટેલ રામાભાઈ પીતાંબરદાસ(સપ્લાયર પેઢીના ભાગીદાર) પટેલ કુંવરબેન પરસોતમભાઈ (સપ્લાયર પેઢીના ભાગીદાર) પટેલ લખુબેન દલશાભાઈ (સપ્લાયર પેઢીના ભાગીદાર) પટેલ વિનોદકુમાર મોતીલાલ (સપ્લાયર પેઢીના ભાગીદાર) પટેલ વિનોદકુમાર રામાભાઈ એન્ડ કું., શોપ નં.66, જુના સરદાર ગંજ રોડ, પાલનપુર, (સંયુક્ત દંડ 10 હજાર) જ્યારે અબ્દુલરહેમાન અબ્દુલહીમ ઢુકકા( ઉત્પાદક પેઢીના ભાગીદાર), ઈસામહંમદ અબ્દુલભાઈ હુકકા( ઉત્પાદક પેઢીના ભાગીદાર) હીદાયતુલ્લા ઈબ્રાહીમભાઈ ઢુકકા ઉત્પાદક પેઢીના ભાગીદાર) મે.ડોકટર ઓઈલ મીલ,.કમાલપુ૨,પાલનપુર,( સંયુક્ત દંડ 50હજાર) કરાયો છે.
પાલનપુર તેલનું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવતા કાર્યવાહીમાં 1.5 લાખ દંડ ફટકાર્યો
પાલનપુરમાં જ જુનાગંજમાં અંકુરકુમાર સતીષકુમાર ગુપ્તાની પેઢીમાંથી સેમ્પલ લેવાના મામલામાં પેઢીને 5 હજારનો દંડ જ્યારે લોકેશકુમાર અશોકભાઈ મઢેશ્વરી (ઉત્પાદક પેઢીના ભાગીદાર) મહેશભાઈ અરજણભાઈ ઠકકર (ઉત્પાદક પેઢીના ભાગીદાર) અને સિધ્ધી વિનાયક રિફોઈલ્સ, કડી, જિ.મહેસાણાને 1 લાખ દંડ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.