જગદીશ ઠાકોરનું સૂચક નિવેદન:બનાસકાંઠામાં કૉંગ્રેસની પરિવર્તન યાત્રા દરમિયાન ભરતસિંહનું નામ લઈને કહ્યું- 'આ નેતૃત્વ બેઠું છે'

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા

બનાસકાંઠામાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાની શરૂઆત થઈ હતી. પાલનપુર તાલુકાના કાણોદર ગામેથી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ભરતસિંહ સોલંકી એ કોંગ્રેસની પરિવર્તન યાત્રાને પ્રારંભ કરાવ્યો હતો જો કે કોંગ્રેસ પ્રદેશ ઠાકોરે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. પરિવર્તન યાત્રા દરમિયાન જગદીશ ઠાકોરે ભરતસિંહ સોલંકીનું નામ લઈને કહ્યું હતું કે, આ નેતૃત્વ બેઠું છે.

કાણોદર થી નીકળેલી પરિવર્તન યાત્રા પાલનપુર, દાંતીવાડા, ડીસા, ધાનેરા, થરાદ, ભાભરવાવ, સુઈગામ સહિતના વિસ્તારોમાં ફરશે.ત્યારે આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પાલનપુર તાલુકાના કાણોદર થી પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલી એવી છે એમણે જે સર્વે કરાવ્યો રાજ્યની ib દ્વારા દેશની ib દ્વારા જુદી જુદી એજન્સી ઓ દ્વારા ભાજપ ની 70 કરતા વધારે બેઠકો આવતી નથી.

જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, મોરબીમાં જે પુલ દુર્ઘટના થઈ તે પુલ નગરપાલિકાના કબજામાં છે. હાલ એકબીજા પર દોષારોપણ થઈ રહ્યું છે. પુલ તૈયાર થયો તેનું ફાયરબ્રિગેડનું સર્ટિફિકેટ નથી, શહેરીવિકાસ વિભાગનું પ્રમાણપત્ર નથી. કોઈને પણ પૂછ્યા વગર ઉદ્યોગપતિ દ્વારા પુલને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો.

જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે 27 વર્ષમાં જેટલાં રાજકીય કેસો થયા સામાજિક આંદોલનો દબાવાના જે કોઈ બનાવો બન્યા જે સામાજિક રાજકીય લડતો લોકો લડ્યા એના પર કેસો થયા. તે તમામ જો 2022માં કૉંગ્રેસની સરકાર બનશે તો એક અઠવાડિયામાં પરત લેવાશે. ભરતસિંહ સામે જોઈને જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, આ નેતૃત્વ બેઠું છે. ભરતસિંહના પરિવારે બક્ષીપંચ માટે ખુરશીને ઠોકર મારી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...