પાણી ચોરોમાં ફફડાટ:બનાસકાંઠામાં પીવાના પાણીની લાઇનોમાંથી ગેરકાયદેસર જોડાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ

પાલનપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાંતીવાડાના ઓઢવા, પાસવાળ, રામપુરા અને થરાદના મેઢાળ, ગડસિસર અને પીરગઢ ગામે કાર્યવાહી કરાઇ

બનાસકાંઠા જિલ્લામાં પાણી ચોરી કરતા લોકો સામે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ કડક કાર્યવાહી હાથ ધરી છે. દાંતીવાડા અને થરાદમાં પીવાના પાણીની લાઇનમાંથી નેટવર્કથી કનેક્શન લેતા પાણીના ગેરકાયદેસર કનેક્શન દૂર કરાવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીના આદેશ અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેની અધ્યક્ષતામાં પીવાના પાણીની લાઇનોમાંથી ગેરકાયદેસર જોડાણો દૂર કરી કનેક્શનો કાપવાની કામગીરી કરવામાં આવી હતી. પીવાના પાણીની લાઈનોમાંથી સીધા નેટવર્કથી પાણી લેતાં ગામોમાં તાલુકા પંચાયત કચેરી, થરાદ અને તાલુકા પંચાયત કચેરી, દાંતીવાડાની તેમજ પાણી પુરવઠા વિભાગ દ્વારા ગેરકાયદેસર પીવાના પાણીની લાઈનમાં કરેલ જોડાણો દૂર કરવામાં આવ્યા હતા.

દાંતીવાડા તાલુકાના ઓઢવા, પાંસવાળ, રામપુરા (પાંસવાળ) તથા થરાદ તાલુકાના મેઢાળા, ગડસીસર અને પીરગઢ ગામમાંથી પીવાના પાણીના ગેરકાયદેસર કનેકશનો દૂર કરીને કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...