મારામારી:ધાનેરાના એડાલ ગામે કુટુંબીભાઈઓ વચ્ચે ઘરના ચોકમાં જાળી નાખવા મામલે ઝપાઝપી

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધાનેરા પોલીસ મથકે ચાર શખ્સો સામે ગુનો નોંધાયો

ધાનેરાના એડાલ ગામે કુટુંબીભાઈઓ વચ્ચે ઘરના ચોકમાં જાળી નાખવા મામલે ઝપાઝપી સર્જાઈ હતી જેને લઈ ધાનેરા પોલીસ મથકે ચાર શખ્સો સામે ગુનો નોંધાયો હતો.

ધાનેરા તાલુકાના એડાલ ગામના લાલાભાઇ રામાભાઇ કાપડી પંદર દિવસ પહેલા તેમની ઘરની બાજુમાં રહેતા કુટુંબીભાઈ મેહાભાઈ અને તેમના દીકરા બળદેવભાઈ ઘરના આગળના ભાગે ખુલ્લા ચોકમાં જાળીવાળી વાડ કરતા હતા તે બાબતે લાલાભાઇએ પોતાના ભત્રીજાને અડધી જાળી બાંધવાનું કહેતા ભત્રીજો કહેવા લાગેલ કે તમે અમારા ઘર બાજુ જાળી બાંધેલ છે તે હદ પ્રમાણે ફરીથી ઝાલી બાંધો બાકી રહેલ અડધી જાળી હું બાંધીશ તેમ કહી ઉશ્કેરાઈ જઈ એકદમ ગુસ્સે થઈ મન ફાવે તેમ ઝઘડો કરવા લાગેલ ત્યારબાદ લાલાભાઇ દુકાને ગયા ત્યારે પોતાના ભત્રીજાઓ પોતાના હાથમાં ધારીર્યું તેમજ લાકડીઓ લઈ આવી કહેવા લાગ્યા કે તમે અમારા ભાગ બાજુ ઝાળી નાખી વાડ બનાવેલ તે કેમ હજુ સુધી હટાવી નથી.

તેમ કહી અપશબ્દ બોલી જાપાજપી કરી માર મારવા લાગેલ જેથી બુમાબુમ થતા નજીકના માણસો વચ્ચે પડે વધુમારમાંથી છોડાવ્યા હતા. ત્યારબાદ જતા થતા લોકો કહેવા લાગ્યા કે હવે પછી અમારી બાજુ નાખેલ જાળી હટાવી હદ પ્રમાણે જાળી વાડ બનાવશો નહીં તો તમને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા લાલાભાઇ કાપડીએ ધાનેરા પોલીસ મથકે બળદેવભાઈ મેહાજી કાપડી, ભરતભાઈ ચેહરાભાઈ કાપડી, માનાભાઈ જીવરામભાઈ કાપડી અને દેવાભાઈ બળદેવભાઈ કાપડી સામે ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...