સરકારની અગ્નિપથ યોજનાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે અને આ વિરોધ વચ્ચે એશિયાની નંબર વન બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ અગ્નિ વીર માટે મહત્વની જાહેરાત કરી છે. અગ્નિપથ માટે બનાસકાંઠામાં અગ્નિવીરોને લઈને બનાસ ડેરી દ્વારા માર્ગદર્શન કેમ્પ પણ યોજાશે.
ચેરમેન શંકર ચૌધરીએ અગ્નિવીર માટે મહત્વની જાહેરાત કરી હતી કે ચાર વર્ષ સેનામાં અગ્નિવીર તરીકે નોકરી કર્યા બાદ બનાસ ડેરીમાં પણ અગ્નિવીરોને નોકરીની તકો અપાશે. યુવાનો સેનામાં ચાર વર્ષ નોકરી કર્યા બાદ બનાસ ડેરીમાં જોડાશે તો બનાસ ડેરીને પણ એક મજબૂત નેતૃત્વ મળશે અને આ નવ યુવાનો થકી બનાસ ડેરીનો પણ સારો વિકાસ થશે.
4 વર્ષમાં યુવાન મજબૂત રીતે ઘડાઈ જશે
જોકે આ અંગે બનાસડેરીના ચેરમેને દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે અગ્નિવીર નવ યુવાનો માટે એક નવી ઉર્જા આપશે નવા સ્કોપ આપશે. એક 18 વર્ષનો જવાન 23 વર્ષની ઉંમર સુધી એક નવા અનુભવ કરશે અને પછી તેનામાં સેનાની દરેક લાક્ષણિકતાઓ રહેશે, સાથે-સાથે ડેરીમાં 21-22 વર્ષની ઉંમરના લોકોને ભરતી કરીએ છીએ જેની પાસે અલગ સ્કિલ છે એવા સ્કિલ વાળા વક્તિ જો આર્મીના ચાર વર્ષના અનુભવ પછી આવશે તો અમારી ડેરી માટે પણ એ લાભદાયી છે.
પશુપાલકોને પણ આનાથી લાભ મળશે
પશુપાલકો માટે પણ આ એક યોગ્ય પગલું છે અને આર્મીની અંદર જે ગ્રેડની અંદર હોઈ એના કરતા એ ગ્રેડ અપ કરીને અમે અહીંયા સર્વિસમાં રાખવા માટેની પ્રાયોરિટી કરીશુ. આવું એટલા માટે કે ડિસિપ્લિન એમણે શીખેલી હશે તેઓ દેશ ભક્તિથી ઉત્પ્રોત હશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.