ડેટા પ્રોટેકશન બિલ:બિલનો અમલ થશે તો RTI નો કાયદો નબળો પડશે

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા વેબિનાર યોજીને કેટલીક ક્ષતિઓ ઉજાગર કરાઈ ભ્રષ્ટાચારની અનેક બાબતો ઉજાગર નહીં થઈ શકે

ડેટા પ્રોટેકશન બિલનો સરકાર અમલ કરવા જઈ રહી છે જેને લઇ આર.ટી.આઇ એક્ટિવિસ્ટ દ્વારા હવે બીલ બાદ ઉભી થનાર સ્થિતિથી વાકેફ કરવા લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ભારત સરકાર ડેટા પ્રોટક્શન બિલ 2022 માં આરટીઆઇ કાયદાને મોટાભાગની માહિતીને વ્યક્તિગત ગણવાની જોગવાઈ કરી છે તેને લઈને આર.ટી.આઇ એક્ટિવિસ્ટ પંક્તિ જોગે વેબિનાર યોજીને આ બાબતે માહિતી આપી બિલનો અમલ થવાથી ઘણી ખરી માહિતી નહીં મળી શકે તેમ જણાવ્યું હતું.

બિલથી આઠ એકજે બનશે વ્યક્તિગત અને અંગત જીવનને લગતી માહિતી આપી શકાશે નહીં બિલના અમલથી નરેગા ના લાભાર્થી અને ચુકવણી ની માહિતી પીએમજી કેવાય શહેરી અને ગ્રામીણ માં ઘર કોને મળ્યા તે માહિતી કોન્ટ્રાક્ટરને ચુકવણું કર્યું તેની માહિતી કોન્ટ્રાક્ટ લાયકાત ધરાવતો હતો કે કેમ તેના સર્ટિફિકેટ અંગેની માહિતી ખોટી રીતે એસસી એસટી ઓબીસી અથવા કોઈપણ અનામતનો લાભ લીધો હોય તેની માહિતી કોની નિમણુક સેના આધારે કરી રાશનની દુકાનનું ઇન્સ્ટ્રક્શન કર્યું તેના અહેવાલ નકલ માયનીંગના કોન્ટ્રાક્ટ અંગેની વિગત હોનારત માં કોને વળતર મળ્યું કોને ન મળ્યું તેની માહિતી પર અસર થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...