ભાસ્કર વિશેષ:જ્ઞાન સાથે વિનય,નમ્રતા અને ગંભીરતા ભળે તો મહાન થવાય : મુનિરાજ નયશેખર વિજયજી

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે જૈન મુનિશ્રીનું વ્યાખ્યાન યોજાયું

જ્ઞાન સાથે વિનય,નમ્રતા અને ગંભીરતા ભળે તો મહાન થવાય તેમ પાલનપુરમાં જૈન મુનીશ્રીએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું. પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજ નયશેખર વિજયજી મ.સા., મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા કલ્યાણકારી ચાતુર્માસ અર્થે બિરાજમાન છે. જ્યાં મુનિરાજ નયશેખર વિજયજી મ.સા એ જણાવ્યું હતું કે, શ્રાવક ભાઇઓ અને બહેનો મિચ્છામી દુક્કડમ ભકિતસભર માહોલમાં પર્યુષણ મહાપર્વ સંપન્ન થયું ચાતુર્માસમાં આપણે શ્રેષ્ઠ સ્થાને શ્રવણ મનન ચિંતન થકી કંઈક ઉમદા ભાથું મેળવવા પ્રયત્ન કરી રહયા છીએ. આમાં ગુરૂ શિષ્ય એકબીજાના સંયોગથી સર્જાયેલી કડી છે. જે એકમેકને સારા સુઘડ માર્ગે ચાલવાની ગતિ આપે છે.

તમે છો તો હું છું અને હું છું તો તમે છો.અહીં હું અને તમે અહંકાર ઘમંડનું આવરણ લઈને નથી પણ નિર્દોષ નિખાલસ ભક્તિ ભાવે રચાયેલ એક વર્તુળ છે.પાલનપુર નગરની પાવનધરા પર આપણને પરમકૃપાળુ પરમાત્માએ જ સંયોગ ઉભો કરીને ભેગા કર્યા છે.આજે આપણે એક દષ્ટાંત જોઈએ.એક ગુરુ તેમના શિષ્યો સાથે બગીચામાં ફરતા હતા. રસ્તામાં તેઓ તેમના શિષ્યોને સારી સંગતમાં રહેવા વિશે કહેતા હતા પરંતુ શિષ્યો તે સમજી શક્યા ન હતા.પછી ગુરુજીએ બગીચાની આસપાસ જોયું અને ફૂલોથી ભરેલો ગુલાબનો છોડ જોયો.તેણે નજીકમાં ઉભેલા એક શિષ્યને ગુલાબના છોડની નીચેથી થોડી માટી લાવવા કહ્યું.

શિષ્ય એ માટી લાવ્યો. જેમ તે ગુરુના હાથમાં માટી પકડવા આગળ વધ્યો, ગુરુજીએ કહ્યું,"આ માટીને સૂંઘો અને જુઓ."શિષ્યએ માટીને સૂંઘીને કહ્યું,"ગુરુજી, તેમાંથી તો ગુલાબની ખૂબ જ સરસ સુગંધ આવે છે.ગુરુજીએ કહ્યું, "હવે બગીચાની બાજુની જમીનમાંથી માટી લાવો."ત્યાં કચરાના ઢગલા પડ્યા હતા.એ માટીને સૂંઘવાનું કહ્યું.તેમાંથી કચરાની દુર્ગંધ આવી રહી હતી.ત્યારે ગુરુજીએ સમજાવ્યું કે"શું તમે જાણો છો કે પહેલાં માટીમાં આટલી સુંદર સુગંધ શા માટે આવતી હતી? કારણ કે તે માટી પર ગુલાબના ફૂલો ખરતા રહે છે.

ધીમે ધીમે તે માટીમાં ભળી જાય છે.પછી માટીમાં પણ ગુલાબની સુગંધ આવે છે. અંદર આવવા લાગે છે.જ્યારે બીજી માટી કચરા સાથે રહે છે,તેથી તે કચરા જેવી દુર્ગંધ પણ આવે છે.ફેલાય છે.આ કુદરતનો નિયમ છે.જે પ્રકારનો વ્યક્તિ વ્યક્તિના સંગતમાં રહે છે,તેવી જ રીતે ગુણ અને ખામીઓ પણ છે.ગુરૂ જ્ઞાનમાં પણ આવું જ છે ઘણી વાર તમને થતું હશે કે આ તો અમુક પુસ્તક ગ્રંથમાં લખેલું છે.એ તમારા હ્રદય મનના તાર સુધી પહોંચી શકયું નથી જે તે પુસ્તક ગ્રંથ પુરતું જ રહયું છે.ગુરૂ પાસેથી મળેલ એ જ ઉપદેશ તમારા હ્રદય મનના તારને ઢંઢોળી નાખી યોગ્ય દિશા દશા બતાવે છે.

અન્ય સમાચારો પણ છે...