ભાસ્કર વિશેષ:વનવાસી વિસ્તારના મદારી સમાજના યુવાનને સાપ કરડ્યો તો જીવતો લઈને સિવિલ પહોંચી જતાં નર્સિંગ સ્ટાફ પણ ડરી ગયો

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 70 દિવસમાં સાપ કરડવાના 41 બનાવો, 80 ટકા આદિવાસી વિસ્તારમાં બનાવો બન્યા

ચોમાસાની ઋતુ આવતા જ જમીનમાંથી સરીસૃપ બહાર નીકળવા લાગે છે. છેલ્લા બે મહિનામાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સર્પદંશના 41 બનાવો નોંધાયા છે. જ્યારે 2નાં મોત નીપજ્યા છે. મોટાભાગના દર્દીઓને હાથ અને પગે સોજા આવી જતા તેઓ તાત્કાલિક 108 માં બેસીને સેન્ટરમાં આવે છે. મોટાભાગના ડુંગરાળ વિસ્તારમાંથી વનવાસી લોકો જેવો ઢોર ચરાવવા માટે ખેતર વિસ્તારમાં જાય છે એમને સૌથી વધુ સાપ કરડી જાય છે.ત્યારે 50% થી વધુ કિસ્સામાં ડો.ને બતાવવા સાપને સાથે લાવે છે. અગાઉ એક મદારી જીવતો સાપ લેતા નર્સો ડરી ગઈ હતી.

પાલનપુર તાલુકાના ચુલીપાણી ગામના પાંચ વર્ષના બાળકને ડાબા હાથ પર હથેળીના ભાગે સોજો આવી જતા પરિવારે જોયું તો હાથની વચ્ચોવચ ત્રણ ડંખ હતા જે બાળકને તાત્કાલિક પાલનપુર સિવિલમાં લાવીને સારવાર આપવામાં આવી હતી અને સમયસર સારવાર મળતા તેનો જીવ બચી ગયો હતો. બાળકના પિતાએ જણાવ્યું કે ચુલીપાણી ગામ જંગલ વિસ્તારમાં આવેલું છે બાળક ઘર આગળ રમી રહ્યું હતું ત્યારે જ કોઈ વસ્તુ એને કરડી ગઈ હતી એ ને હાથે તરત સોજો આવ્યો અને એને હોસ્પિટલ લાવતા હાલ સારવાર હેઠળ છે.

પાલનપુર સિવિલમાં સુપ્રીટેન્ડેન્ટ ડો. સુનિલ જોશી એ જણાવ્યું હતું કે " કેટલાક કિસ્સાઓમાં દર્દીઓ મૃત સાપને જોડે લઈને આવતા હોય છે ડોક્ટરને ઘણી વખત બતાવવા માટે કે આ સાપ કરડી ગયો છે જેથી સારવાર કરવામાં અનુકૂળતા રહે. પરંતુ સાપને મારવું ન જોઈએ. તે ગુન્હો છે. અને સજાની જોગવાઇ છે.

જીવતો કે મૃત સાપ હોસ્પિટલ લાવવાની કોઈ જરૂર નથી." ફરજ પરની નર્સ એ થોડા મહિના પૂર્વેના એક અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે " વનવાસી વિસ્તારના એક મદારી સમાજના ભાઈને સાપ કરડી જતા જે સાપ કરડ્યો હતો તેને જીવતો લઈને સિવિલ હોસ્પિટલ આવ્યા હતા અને જીવતો સાહેબ લઈને આવતા અમારો નર્સિંગ સ્ટાફ પણ ડરી ગયો હતો. "

70 દિવસમાં 41 કેસ
મે મહિનામાં 10 કેસ (7 પુરુષ 3 સ્ત્રી)
જૂનમાં 19 કેસ (15 પુરુષ 4 સ્ત્રી)
10 જુલાઈ સુધી 12 (6 પુરુષ 6 સ્ત્રી)

અન્ય સમાચારો પણ છે...