કાર્યવાહી:પાલનપુરમાં ટ્રિપલ તલાક આપનાર પતિ નોકરીમાંથી સસ્પેન્ડ

પાલનપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે એક વર્ષની સજા આપતા સિંચાઈ વિભાગે કાર્યવાહી કરી

3 વર્ષ પૂર્વે મુસ્લિમ મહિલાને ત્રિપલ તલાક આપનાર દાંતીવાડા સિંચાઈ કાર્યપાલક ઇજનેરને સિંચાઈ વિભાગએ સળંગ ફરજ મોકૂફી કરી છે. 2019માં થયેલી ફરિયાદ બાદ કોર્ટે એક વર્ષની સજા આપતા સિંચાઈ વિભાગએ કાર્યવાહી કરી છે. જોકે પીડિતાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે નોકરીમાંથી કાયમી બરતરફ કરવા જોઈએ.

સુજલામ સુફલામના નાયબ કાર્યપાલક ઇજનેર સરફરાજખાન મહંમદખાન બિહારી વિરુદ્ધ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં 2019માં ત્રણ તલાક મુદ્દે ગુનો દાખલ થયો હતો. જે બાદ ચાલુ વર્ષે મે મહિનામાંજ પાલનપુર કોર્ટે 1 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. જેબાદ નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ના ઉપસચિવ એ ગુજરાત રાજ્ય સેવા ના નિયમો મુજબ સળંગ ફરજ મોકુફીનો હુકમ કર્યો હતો.

હુકમમાં જણાવ્યું હતું કે મહેસાણા સુજલામ સુફલામ અધિક્ષક ઇજનેરની કચેરીની પરવાનગી વગર મુખ્ય મથક છોડી શકશે નહીં. જોકે સરફરાજ ખાન બિહારીના પત્નીએ મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે "અમે સરકારનો આભાર માનીએ છીએ કે ત્રણ કલાકનો કાયદો લાવી.પરંતુ આરોપીને હજુ વધુ કડક સજા થવી જોઈએ. અને નોકરીમાંથી તેને બરતરફ કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...