કામગીરી:છાપી હાઇવે ઉપરની હોટલો અને નાસ્તાની દુકાનો મળી 36 એકમોમાં તપાસ, રૂ.1100 દંડ વસુલ્યો

છાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વચ્છતા અંગે બેદરકારી દાખવનારા દુકાનદારોને નોટિસ ફટકારી

વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર તાલુકા બ્લોક હેલ્થ ઓફિસરની દેખરેખ હેઠળ સેનિટેશન વિભાગના કર્મચારીઓની ટીમ દ્વારા હોટલ, પાર્લર, પાણીપુરી તેમજ નાસ્તાની લારીઓ તેમજ ઠંડાપીણાંના 36 એકમો ઉપર તપાસ કરી ક્ષતિ ધરાવતા એકમો પાસે રૂ. 1100 નો દંડ વસૂલાયો હતો.જેને લઈ દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો. તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો.પ્રકાશ ચૌધરી સહિતની ટીમ દ્વારા બુધવારે છાપી હાઈવે ઉપર ચકાસણી દરમિયાન ક્ષતિ જણાઈ આવેલા એકમોને સ્થળ ઉપર નોટીસ આપી તાકીદ કરવામાં આવી હતી.

તેમજ ગ્રામ પંચાયત છાપી દ્વારા હાઇવે ઉપર આવેલ 36 સ્થળોની ચકાસણી હાથ ધરાઇ હતી. તપાસ દરમિયાન છાપી પંચાયત દ્વારા રૂ.1100 નો સ્થળ ઉપર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.આરોગ્ય વિભાગ દ્વારા ધારેવાડાથી શેરપુરા હાઇવે ઉપર આવેલ વિવિધ હોટલોમાં સેનીટેશનની કામગીરી કરતા અને સ્થળ ઉપર દંડ વસુલાત કરાતાં ફફડાટ વ્યાપી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...