બાળકને જન્મ આપવો પડશે!:ડીસાની સગીરાના ગર્ભપાત મામલે હાઇકોર્ટે કહ્યું કે, જીવના જોખમે ગર્ભપાત ન કરી શકાય

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • માતાએ દુષ્કર્મનો ભોગ બનેલી મૂક બધિર સગીરાનો ગર્ભપાત કરવા હાઇકોર્ટમાં રિટ કરી હતી

પાલનપુર સખીવન સ્ટોપ સેન્ટરમાંથી સિવિલમાં સારવાર અર્થે ખસેડાયેલી મૂક બધિર સગીરાનો ગર્ભપાત કરાવવા માટે હાઇકોર્ટમાં રિટ કરાઇ છે.જેમાં હાઇકોર્ટે આ કેસમાં સગીરાના મેડિકલ રિપોર્ટ રજૂ કરવા માટે હુકમ કર્યો હતો. જેના અભ્યાસ બાદ ગુરુવારે ન્યાયાધીશે ચુકાદો આપ્યો હતો. જેમાં ગર્ભવતી સગીરા અને ગર્ભમાં રહેલા બાળકને જીવનું જોખમ હોય બાળકને જન્મ આપવો પડશે.

સાત માસનો ગર્ભપાત કરાવવા માટે હાઇકોર્ટમાં રિટ કરાઈ હતી
ડીસા જલારામ મંદિરના ઓટલા ઉપર રહેતી મૂક બધિર સગર્ભા સગીરા અને તેની માતાને બનાસકાંઠા 181 અભયમની ટીમ દ્વારા પાલનપુર સખીવન સ્ટોપ સેન્ટરમાં મુકવામાં આવી હતી. જ્યાંથી સગીરાને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સગીરાની માતા દ્વારા સગીરાના સાત માસનો ગર્ભપાત કરાવવા માટે હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી છે.

ગર્ભપાત કરવામાં માતા-બાળક પર જીવનું જોખમ : હાઇકોર્ટ
​​​​​​​
આ રીટ કેસના પાલનપુરના વકીલ મનોજભાઇ ઉપાધ્યાયએ જણાવ્યુ કે, સગીરાને બાળક અવતરે તે પહેલા તેનો ગર્ભપાત કરવા માટે હાઇકોર્ટમાં કરાયેલી રીટમાં ન્યાયાધીશે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી સગીરાના મેડીકલ સહિતના રિપોર્ટ રજૂ કરવા માટે હૂકમ કર્યો હતો. જે રિપોર્ટના અભ્યાસ બાદ ગુરુવારે ચુકાદો આપતા કહ્યું હતું કે, સગીરાને 30 સપ્તાહનો ગર્ભ છે. જો ગર્ભપાત કરવામાં આવે તો માતા અને આવનારા બાળક ઉપર જીવનું જોખમ છે. જેથી બાળકને જન્મ આપવો પડશે. બાળક અવતરે ત્યાં સુધી સગીરાને સિનિયર મોસ્ટ ગાયનેકના ઓબ્ઝર્વેશનમાં સારવાર કરવા માટે હુકમ કર્યો હતો.

તમામ પ્રકારની સુવિધા આપવા કલેક્ટરને આદેશ
સગીરાને સારવાર ઉપરાંત બાળક અવતરે તે પછી માતા અને બાળકને રહેઠાણ, સુરક્ષા, ખાધા ખોરાકી સહિત જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ પૂરી પાડવા માટે બનાસકાંઠા કલેકટરને હાઇકોર્ટે હુકમ કર્યો છે.​​​​​​​

આરોપીઓને પકડવા ગૃહમંત્રી દ્વારા તપાસ કરાવવા માંગ
હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોનીએ જણાવ્યું કે, સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપીઓ સામે તેની માતાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ છે. પરંતુ હજુ સુધી આરોપીઓનો પત્તો લાગ્યો નથી. ગૃહ મંત્રી દ્વારા રસ લઈને તપાસ કરાવવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...