હડતાળ:તલાટીઓની હડતાળ બાદ જિલ્લા પંચાયતના હેલ્થ વર્કરો આજથી આંદોલન ઉપર ઉતરશે

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પગાર સહિતની માંગ સાથે 1000 આરોગ્ય કર્મી હડતાળ પર જશે

રાજ્યમાં એક તરફ તલાટીની હડતાળ ચાલી રહી છે ત્યારે હવે જિલ્લા પંચાયતોમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ પણ સોમવારથી પડતર માંગણીઓના સંદર્ભમાં અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જશે.બનાસકાંઠા આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ તરુણસિંહએ જણાવ્યું હતું કેગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘએ પણ તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ પત્ર લખ્યો છે તેમાં જણાવ્યું છે કે રાજ્યના આરોગ્ય કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનું વારંવારની રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી

તેમજ 27 જુલાઈના રોજ પંચાયત મંત્રીના અધ્યક્ષસ્થાને પંચાયત, આરોગ્ય વિભાગ સાથે બેઠક યોજાઈ હતી.જેમાં પણ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી જેથી 14 તાલુકાના 1000 થી વધુ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, ટીએસએસ, ટીએચવી અને સુપરવાઇઝર તમામ કેડરના કર્મચારીઓ સોમવારથી હડતાળમાં જોડાશે.

ગ્રેડ પે, ટ્રાવેલિંગ એલાઉન્સની મુખ્ય માંગણી
બનાસકાંઠા જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓની મુખ્ય ત્રણ માંગણીઓમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર માટે 1900 નો ગ્રેડ-પે વધારીને 2800 કરવો, પ્રાઇવેટ ટ્રાવેલિંગ એલાઉન્સ અને કોરોના સમયે કેર સેન્ટરમાં જે ફરજ બજાવી હતી તેનું મહેનતાણું અલગથી આપવું. આ માંગણીનો સરકારે અગાઉ સ્વીકાર કર્યો હોવા છતાં આજદિન સુધી અમલ થયો નથી તેથી ન છૂટકે આરોગ્ય કર્મચારીઓ આજથી ચોથી વખત હડતાલ ઉપર ઉતરશે.

અન્ય સમાચારો પણ છે...