તલવાર બાજી:પાલનપુરના હાથીદરા ગામે રાજપૂત સમાજના યુવાનોને તલવાર બાજીની તાલીમ અપાઇ

બનાસકાંઠા (પાલનપુર)9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હરગંગેશ્વર મંદિરના પ્રાંગણમાં તાલીમ આપાઇ

અખિલ રાજપૂત યુવાસંઘના કાર્યકર્તાઓ દ્રારા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, અમીરગઢ, વડગામ, દાંતીવાડા તાલુકાના યુવાનોને તલવાર બાજીની તાલીમ આપવામાં આવે છે. ત્યારે આજે પાલનપુર તાલુકના હાથીદરા ગામે આવેલ હરગંગેશ્વર મંદિરના પ્રાંગણમાં યુવાનોને તાલીમ અપાઇ હતી.

તાલીમ લીધેલા યુવાનો વિશ્વ રેકોર્ડ કરશે
તલવાર બાજી તાલીમમાં અખિલ રાજપુત યુવાસંઘના બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ તથા કાર્યકર્તાઓ દ્રારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લાના 315 યુવાનોએ રજીસ્ટેશન કરાવેલું છે. આજે હાથીદરા ગામે આવેલ હરગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે મહંત દયાલપુરીજી મહારાજ હાથીદરાનાઓના આશીર્વાદ લઈ તલવારબાજી કોરિયોગ્રાફર જે. સી. જાડેજા દ્રારા તલવાર બાજીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તાલીમ લીધેલા યુવાનો તા.18 ઓગસ્ટના રોજ ભૂચર મોરી શહીદ સ્મારક ધ્રોલ ખાતે જે 5000 હજાર રાજપૂત યુવાનો તલવાર બાજી કરી વિશ્વ રેકોર્ડ કરનાર છે તેમાં જોડાશે.

અન્ય સમાચારો પણ છે...