નિમણૂંક:ઈકબાલગઢમાં થરાદી મેમણ સમાજના પ્રમુખ તરીકે હારૂન ફકીર મોહંમદની સર્વ સંમતિથી વરણી કરાઈ

બનાસકાંઠા (પાલનપુર)8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈકબાલગઢમાં થરાદી મેમણ સમાજના પ્રમુખની વરણી માટે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં કાઉન્સિલ ઉપ પ્રમુખ થરાદી મેમણ કાઉન્સિલ પ્રમુખ પાલનપુર થરાદી મેમણ જમાતની હાજરીમાં સર્વ સંમતી મેમણ હારુનભાઈની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.

અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ગામે મેમન હારુનભાઈ ફકીર મોહંમદ ભાઈની આજરોજ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. ઇકબાલગઢ થરાદી મેમન જમાતમાં નવા પ્રમુખની વરણી માટે કાઉન્સિલના જિમ્મેદાર હા. યુસુફભાઇ મેસરાવાળા ઉપ પ્રમુખ થરાદી મેમણ કાઉન્સિલ ઝાફરભાઈ સાચોરા ઉપ પ્રમુખ થરાદી મેમન કાઉન્સિલ ઇકબાલભાઈ મેમણ પ્રમુખ પાલનપુર થરાદી મેમણ જમાતની હાજરીમાં સર્વ સંમતીથી મેમન હારૂનભાઈ ફકીરમહમ્મદ ભાઈની વરણી કરવામાં આવી હતી. ઈકબાલગઢ થરાદી મેમણ જમાતના પૂર્વ પ્રમુખ બિલાલભાઈ મેમણ દ્વારા નવીન પ્રમુખનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ અભિનંદન પાઠવવામાં આવ્યાં હતા. નવીન પ્રમુખની વરણી થતા મેમણ સમાજના બિરાદરો હર્ષો ઉલ્લાસથી વધાવી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...