અકાળે મોત:કાંકરેજના શિહોરી ગામમાં દુધ ભરાવવા ગયેલા યુવકના બાઇકને ગાયે અડફેટે લીધું, યુવકનું ઘટનાસ્થળે જ મોત

બનાસકાંઠા (પાલનપુર)2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતકની લાશને પીએમ અર્થે શિહોરી રેફરલમાં ખસેડાઇ

કાંકરેજના શિહોરીમાં એક યુવક બાઈક લઈને દૂધ ભરાવા જતા અચાનક રોડ વચ્ચે ગાય આવી જતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં યુવક ગાય સાથે અથડાતા જ માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે બાઇક સવાર યુવકનું મોત નિપજ્યું હતું. સ્થાનિક લોકો દોડી પહોંચી પોલીસને જાણ કરી હતી.

શિહોરી પોલીસ ઘટના પહોંચી વધુ તપાસ હાથ ધરી
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ શિહોરીમાં એક બાઈક સવાર યુવક ગાય સાથે અથડાતા તને મોત નિપજ્યું છે. જેમાં રાત્રિના સમયે યુવક ભૂપતસિંહ બાઈક લઈને દૂધ ભરવા ગયેલા હતા, તે સમયે રસ્તામાં અચાનક ગાય આવી જતાં બાઈક સવાર યુવકને ગાય સાથે અથડાતા યુવકને માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેના કારણે બાઇક સવાર યુવકનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે સ્થાનિક લોકો એકત્ર થઇ પોલીસને જાણ કરી હતી. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...